________________
આ છે અણગાર અમારા
૪૧૫ વિદ્યાપીઠમાં ને ત્યારબાદ ભચાઉ શ્રમણી વિદ્યાપીઠમાં વર્ષો સુધી ભણાવવાની અનુકૂળતા કરીને ખૂબ જ ઉપકારો કર્યા છે. આ બધું વિસ્તારથી વાંચવું હોય તો “વાત્સલ્યની વહતી ધારા” પુસ્તક અવશ્ય વાંચવું.
અજરામર ધર્મસંઘમાં પ્રથમવાર સદેહે શતાબ્દિઃ અજરામર સંપ્રદાયમાં અત્યાર સુધી ૧૦૧ વર્ષની ઉંમર ભોગવનાર એક માત્ર તીર્થસ્વરૂપા વેલબાઈ મહાસતીજી હતા. એમને ૧૦૦ વર્ષ થયા ત્યારે ૧OO શિષ્યાઓ થયા તથા એક સાથે શતાબ્દી પ્રસંગે આઠ બહેનોની દીક્ષા થતાં ૧૦૮ની માળા પૂરી કરનાર પુણ્યાત્મા સદેહે સૈકો પૂરો કર્યો ત્યારે ૨૧ દંપતીઓએ આજીવન બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરેલ. રાપર સંઘે ત્રણ દિવસ બજારો બંધ રાખીને અત્યંત ભવ્યતાથી આ પ્રસંગે ઉજવ્યો હતો. પૂ. તપસ્વી રામચંદ્રજી સ્વામી આદિ મુનિવરો ઠાણા૧૮ તથા ૧૫૦ જેટલા સાધ્વીજીઓ ઉપસ્થિત હતા. પૂ. મહાસતીજી ૨૧ વર્ષ રાપરમાં સ્થિરવાસ રહ્યા ત્યારે રાપરની ખૂબ જ સારી જાહોજલાલી હતી. જૈનશાળા, કુમારી મંડળ, મહિલા મંડળ, યુવક મંડળ આદિનો ખૂબ જ વિકાસ કર્યો હતો. રાપરને રાજગૃહીની ઉપમા મહાસતીજીના કારણે જ મળતી. રાપર તીર્થભૂમિ બની ગયેલ.
(જેમના કાજે સ્થિરવાસ, તેઓશ્રીએ કર્યો સ્વર્ગમાં નિવાસ
ખૂબ જ લાંબી બિમારી અને અત્યંત વેદનાગ્રસ્ત છતાં કર્મના સિદ્ધાંતમાં પ્રબળ શ્રદ્ધા ધરાવતા, આત્મભાવમાં મસ્ત પૂ. માણિક્યબાઈ મ. ઔષધ-ઉપચારો પ્રત્યે નારાજ હતા. અંતિમ પળો સુધી ગજબની સમતા, અણમોલ આરાધના સાથે ઉચ્ચતમ ભાવનામાં પ્રસન્નતાપૂર્વક સમાધિપણે સંવત ૨૦૩૯, જેઠ સુદિ-૪, મંગળવારે બપોરે ૧-૪૫ વાગે સંયમ જીવનના આજીવન સાથી ગુરૂણીશ્રી વેલબાઈ મ. તરફ ડાબો હાથ લંબાવી સ્વર્ગવાસ પામ્યા.
“તે ગામને પણ ધન્ય છે, તે પ્રાંતને પણ ધન્ય છે;
તુજ પાદથી સ્પર્શાઈ એવી, ધૂલિને પણ ધન્ય છે.” પૂ. ગુરૂણી-શિષ્યાની યુગલ જોડી કચ્છ-વાગડ-સૌરાષ્ટ્ર આદિ પ્રાંતોમાં જ્યાં જ્યાં વિચર્યા ત્યાં વ્યાખ્યાન-વર્તન, શાસ્ત્રનિષ્ઠા, મૈત્રીભાવ આદિ સદ્ગણોના કારણે જિનશાસનની ખૂબ જ પ્રભાવના કરતા. સૂય-ચંદ્ર જેવી જોડી દ્વારા અનેક ભવ્યજીવો પર ઉપકાર કરેલા છે.
“લઘુતાસે પ્રભુતા મિલે, પ્રભુતાસે પ્રભુ દૂર; કીડી મિસરી બાત હૈ, હસ્તી ફાકત ધૂર.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org