________________
૪૨૨
મહાસતીજી શ્રી જવેરબાઈ આર્યાજી સમાધિ ભાવે સં. ૨૦૨૭, વૈશાખ સુદ-૧૧ ના સાંજે કાળધર્મ પામ્યા.
અજરામર સંઘના સાધ્વી સમુદાયમાં એક ચમકતો સિતારો અસ્ત થયો. શિષ્યાઓએ સર્વસ્વ ગુમાવ્યું. ૪૫ વર્ષ સુધી સંયમની સરિતા એક સરખી વહેતી રહી તેમાંથી જેણે જેણે જલપાન કર્યું તેણે તૃપ્તિ અનુભવી. આથી સરિતા સદાને માટે સુકાઈ ગઈ. ૧૭ વર્ષની ઉંમરે દીક્ષા લીધી. ૪૫ વર્ષ સુધી પાળી. કુલ્લ - ૬૨ વર્ષનું આયુષ્ય ભોગવ્યું.
સમતાદર્શી મહાસતીજી શ્રી જવેરબાઈ આર્યાજી
પૂર્વ કચ્છ વિસ્તારના ભચાઉ તાલુકાના ખારોઈ ગામ નાનું હોવા છતાં પ્રગતિશીલ છે. વાગડ વિસ્તારમાંથી વિશા ઓસવાળ જૈનો સૌથી પહેલા મુંબઈ જનારામાંથી ખારોઈ ગામ મોખરે છે. મોટા ભાગે પૂ. શાસનસમ્રાટ આચાર્યદેવશ્રી અજરામરજી સ્વામીમાં શ્રદ્ધા ધરાવનાર વસ્તી વધારે પ્રમાણમાં છે. રવજી લાલજી છાડવા ખોરાઈના હતા. તેમણે પોતાના નામની જૈન બોર્ડીંગ પ્રથમ ખારોઈમાં શરૂ કરેલી પણ પાછળથી ભચાઉમાં સ્થળાંતર થયું. પુનઈબેન કરશન લધુનીસર કન્યા છાત્રાલય લાકડિયામાં છે. તેના મુખ્યદાતા કરશન લધુનીસર પણ ખોરાઈના હતા. તેમના નામનું સુપ્રસિદ્ધ ધર્મસ્થાનક દાદરમાં છે તેનાથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. આ ગામમાંથી ઘણા સાધુ-સાધ્વીજી થયા છે.
- સમતાદર્શી મહાસતીજી શ્રી જવેરબાઈ આર્યાજીનો જન્મ વિ.સં. ૧૯૩૬ની સાલે વિશા ઓસવાળ જૈન જ્ઞાતિમાં પિતાશ્રી કરમણભાઈ સાવલાને ત્યાં માતુશ્રી સોનાબહેનની કુક્ષિએ થયો હતો. માતા-પિતાના ધર્મના સંસ્કારો આ સુપુત્રીમાં પણ ઉતર્યા હતા.
વિ.સં. ૧૯૭૮ની સાલે ખારોઈ ગામમાં જ તેમના લગ્ન થયા હતા.તેમના પતિદેવનું નામ કારાભાઈ સુરાભાઈ છાડવા હતું. ગૃહસ્થજીવન સુખ-શાંતિમય હતું પરંતુ કુદરતને તે સુખ મંજૂર ન હતું. તેથી લગ્ન પછી ટૂંક સમયમાં તેમના પતિદેવ શ્રી કારાભાઈ છાડવાનું નાની ઉંમરમાં અવસાન થયું તેથી જવેરબહેનને વૈધવ્યનું દુઃખ આવ્યું. તે સમયમાં પુનર્લગ્નની કોઈ કલ્પના પણ કરી શકતું નહિ. વિધવા બહેનો સંયમના પંથે વળી જતી યા ધર્મમય જીવન વિતાવતી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org