________________
૪૨૬
મહાસતીજી શ્રી પ્રેમકુંવરબાઈ આર્યાજી સ્વર્ગવાસ પામ્યા. તેઓશ્રી અજરામર સંપ્રદાયમાં સમતાદર્શી મહાસતીજી તરીકે પ્રખ્યાત થઈ ગયા. અત્યારે તેમના સંઘાડામાં ૯૭ મહાસતીજી છે.
૭૩ વર્ષના પૂ. સૂરજબાઈ મહાસતીજી તથા ૭૦ વર્ષના પૂ. મંજુલાબાઈ મહાસતીજી તેમના સંઘાડાના નાયક છે. બંને મહાસતીજી ૭૫ વર્ષના થશે ત્યાં સુધી ૧૦૦ શિષ્યાઓના ગુરૂરી બની જશે. પૂ. સૂરજબાઈ મહાસતીજીનો સંયમાઈ શતાબ્દિ મહોત્સવ વડોદરા મુકામે તા. ૯-૨-૧૯૯૭ના ઉજવાયો હતો. અત્યારે તેમની દીક્ષાને પ૭ વર્ષ પૂરાં થવા આવ્યા છે.
પૂ. મંજુલાબાઈ મહાસતીજીનો સંયમાર્ધ શતાબ્દિ મહોત્સવ ગોરેગામ (ઈ) તા. ૧૮-૨-'૦૫ની સાલે ઉજવાય છે. બંને વડેરા સરળ દયના, વાત્સલ્યવારિધિ તથા ગુરૂણીશ્રીઓની પરંપરા પ્રમાણે ચાલવાવાળા છે. બંને મહાસતીજીઓની સદેહે શતાબ્દિ ઉજવાય તેવી શુભ ભાવના આપણે સૌ ભાવતા રહીએ...
( સુવ્યાખ્યાની મહાસતીજી શ્રી પ્રેમકુંવરબાઈ આર્યાજી
કચ્છની કામણગારી ધરતીથી કોણ અજાણ છે ? કચ્છના પૂર્વ વિભાગને વાગડ વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. આ વાગડ પ્રાંતના રાપર તાલુકાના ખેંગારપર ગામમાં પિતાશ્રી દેશરભાઈ તથા માતા રામુબહેનની કુક્ષિએ સંવત ૧૯૬૫, વૈશાખ સુદિ-૧૧ ના પરોઢે એક સુપુત્રીનો જન્મ થયો. તેમનું નામ પુરીબહેન પાડવામાં આવ્યું. પુરીબહેન એકદમ સ્વરૂપવાન હતા. તેમનું ગોત્ર નસર હતું. તેમના બે ભાઈઓ ધનજીભાઈ અને ગુણશીભાઈ તથા ચાર બહેનો (૧) ગંગાબહેન (૨) લાડુબહેન (૩) માનુબહેન (૪) રખુબહેન હતા.
ખેંગારપર ગામમાં વિશા ઓસવાળા જેનોના માત્ર ૧૦ થી ૧૨ (ઓકજ તેજશી દાદાનો પરિવાર) ઘર હતા. તેઓ સર્વે ખેતીવાડીમાં વ્યસ્ત હોવાથી સાધુસાધ્વીજીનો યોગ ભાગ્યે જ થતો. એકદા મહાસતીજી શ્રી નાથીબાઈ આર્યાજી, મ. લાડકુંવરબાઈ આર્યાજી, મ. ડાહીબાઈ આર્યાજી, મ. રતનબાઈ આર્યાજી ખેંગારપર પધાર્યા. પ્રથમવાર નાની ઉંમરના પુરીબહેનને એમનો સત્સંગ થયો. તેમાં એમના માતુશ્રી મુખ્ય નિમિત્ત બન્યાં. ત્યારથી તેઓ મહાસતીજીને ઓળખતા થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org