________________
૪૨૪
મહાસતીજી શ્રી જવેરબાઈ આર્યાજી
ખૂબ ગુણોનો વિકાસ કર્યો હતો.
સંઘાડાના નાયક બન્યા
વિ.સં. ૨૦૧૧, ફાગણ સુદિ-૧૫ના પૂ. મોટા કુંવરબાઈ મહાસતીજી ભચાઉ મુકામે કાળધર્મ પામ્યા તથા વિ.સં. ૨૦૧૯ વૈશાખ વદિ-0))ના પૂ. મોટા મણિબાઈ મહાસતીજી લાકડિયામાં કાળધર્મ પામ્યા ત્યારથી સંઘાડાના અધિપતિ પૂ. જવેરબાઈ મહાસતીજી બન્યા.
- પૂ. મહાસતીજી સંઘાડાના વડેરા બન્યા ત્યારે માત્ર સાતથી આઠ ઠાણા હતા પરંતુ એમના પુણ્ય પ્રતાપે તેઓશ્રી સંઘાડાના શિરોમણિ થયા પછી દર વર્ષે ચારપાંચ દીક્ષાઓ થતાં એમની હાજરીમાં જ ૫૦ આસપાસ મહાસતીજી થઈ ગયા હતા. અત્યારે તો એમના સંઘાડામાં ૯૭ મહાસતીજી છે. એમાં મોટા ભાગના વાગડના છે.
'૭૫ વર્ષની ઉંમર સુધી વિહાર અને પછી સ્થિરવાસ પૂ.જવેરબાઈ મહાસતીજી ૭૫ વર્ષની ઉંમર સુધી કચ્છ, વાગડ તથા સૌરાષ્ટ્રમાં વિચર્યા. વાગડમાં વિશેષ વિચરણ તથા ચાતુર્માસ થયા. છેલ્લા ત્રણ વર્ષ વિ.સં. ૨૦૩૮, ૨૦૩૯, ૨૦૪૦ લગાતાર ત્રણ વર્ષ લાકડિયામાં સ્થિરવાસ રહ્યા. અત્યારે સંવાડાના શિરોમણિ બા.બ્ર. નાના સૂરજબાઈ મહાસતીજી છે. તેઓ હંમેશા પૂ. જવેરબાઈ મ.ની સેવામાં જ રહેતા. તેમની સેવા અજોડ હતી. બા.બ્ર. વિજયાબાઈ મહાસતીજી તથા તારામતીબાઈ મ. આદિ ઠાણાઓ પણ અનન્યભાવે સેવાનો લાભ લેતા હતા. પૂ. મહાસતીજી જવેરબાઈ સ્વામી પણ સર્વે શિષ્યાઓને દરરોજ હિતશિક્ષા આપતા હતા. વિનય-વિવેક, માન-મર્યાદા આદિ ગુણોના વિકાસ માટે સર્વે ઠાણાઓને સદૈવ સાવધાન કરતા. એમની છાયાની જેમ રહેતા સરલાત્મા સૂરજબાઈ મને કહે, “સૂરજ ! નાના સાધ્વીઓ કેવા હસે છે. ટાઈમ પાસ કરે છે; પછેડીનું ધ્યાન નથી રાખતા ઈત્યાદી તું બધાનું ધ્યાન રાખતી જા.” આવી અનેક હિત શિક્ષાઓ આજે પણ બધા કાણા યાદ કરે છે. તેમને બધા જ શિષ્યાઓ ઉપર એક સરખો ભાવ હતો તેથી “સમતા-દર્શી” કહેવાયા. સમતાશીલ સ્વભાવના હતા તેથી “સમતાદર્શી” કહેવાયા.
(વિ.સં. ૨૦૩૯નું લાકડિયાનું ચતુર્વિધ સંઘનું યશસ્વી ચાતુર્માસ વિ.સં. ૨૦૩૯ની સાલે ભારતભરના જૈન સમાજમાં સૌથી વયોવૃદ્ધ તથા દીક્ષાવૃદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org