________________
આ છે અણગાર અમારા
૪૨૫
આચાર્યદેવ શ્રી રૂપચંદ્રજી સ્વામી, તપસ્વીરત્ન પૂ. રામચંદ્રજી સ્વામી, મધુરવક્તા પૂ. ભાસ્કર સ્વામી આદિ ઠાણા-૭નું ચાતુર્માસ લાકડિયા નક્કી થયેલ. પૂ. મહાસતીજી તો સ્થિરવાસ હતા. તેઓ પણ સાત ઠાણા ચાતુર્માસમાં હતા. પરંતુ વૈશાખ વદિ-0)), તા. ૧૦-૬-૧૯૮૩ના દિવસે સમાધિભાવે કાળધર્મ પામ્યા તેથી લાકડિયા સંઘની ભાવના અધૂરી રહી. પૂ. જવેરબાઈ મ.ની ગુરૂદેવના ચાતુર્માસની ભાવના મનમાં જ રહી ગઈ. પરંતુ પૂ. તપસ્વી મ. શ્રી તથા પૂ. ભાસ્કર સ્વામી આદિ ઠાણા-૬ ચાતુર્માસ બિરાજયા. તપસ્વીરત્ન પૂ. રામચંદ્રજી સ્વામીએ ૬૨ ઉપવાસ કરીને ડંકો વગાડ્યો હતો. પૂ. ભાસ્કર સ્વામીના જોશીલા વ્યાખ્યાનોએ સારું આકર્ષણ જમાવ્યું હતું. ૩૪ દંપતીઓએ આજીવન બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર્યું હતું. ૧૦ માસખમણ, ત્રણ સિદ્ધિતપ તથા અઠ્ઠાઈ સુધીની તપસ્યા ૧૩૫ જેટલી થઈ હતી. આખા ચાતુર્માસમાં પર્યુષણ જેવું વાતાવરણ રહ્યું હતું. પૂ. દીર્ઘદ્રષ્ટા ભાસ્કરજી સ્વામી દરરોજ સવારે પૂ. જવેરભાઈ મને દર્શન દેવા પધારતા તથા ધર્મચર્ચા કરતા, માંગલિક સંભળાવતા ને શાતા પમાડતા હતા. પૂ. મહાસતીજી ઠાણા-૭ પણ એ ચાતુર્માસને દીપાવવા સારો સહયોગ આપ્યો હતો.
' સ્થિરવાસ દરમિયાન ત્રણ દીક્ષા થઈ પૂ. જવેરબાઈ મહાસતીજી લાકડિયામાં સ્થિરવાસ હતા ત્યારે વિ.સં. ૨૦૪૦ની સાલે તત્કાલીન સંઘપ્રમુખશ્રી બાબુભાઈ કરશનના સુપુત્રી હીરાબહેનની દીક્ષા પૂ. ભાસ્કર સ્વામીના શ્રીમુખેથી થઈ હતી. તેમનું નૂતન નામ નવદીક્ષિતા હિતેચ્છાકુમારીજી રાખવામાં આવ્યું હતું. સં. ૨૦૪૧ની સાલે માગસર વદિ-૧ના હાથીભાઈ હીરા ગડાની સુપુત્રી લીલાબહેન તથા રામજી પરબત ગડાની સુપુત્રી કુંજનબહેનની દીક્ષા પૂ. ભાવચંદ્રજી સ્વામીના શ્રીમુખેથી થયેલ. તેમના નૂતન નામ નવદીક્ષિતા અર્પણાબાઈ મ. તથા કરૂણાબાઈ મ. રાખવામાં આવેલ. આ ત્રણે સાધ્વીજી પૂ. જવેરબાઈ મહાસતીજીના શિષ્યાઓ થયા. એમની હાજરીમાં આ છેલ્લી દીક્ષાઓ હતી.
લાકડિયા સંઘે પૂ. મહાસતીજીની સેવાનો અનન્ય લાભ લીધો હતો. પૂ. મહાસતીજીની તબિયત નરમ-ગરમ રહ્યા કરતી હતી. પૂ. સરળયી સૂરજબાઈ મહાસતીજી આદિ ઠાણાઓ અગ્લાન ભાવે સેવા બજાવી રહ્યા હતા. મહાસતીજીની સમતા અજોડ હતી. જરા પણ હાય વોય નહિ. ધીરજથી વેદનીય કર્મો ખપાવી રહ્યા હતા. ૭૮ વર્ષની ઉંમર થઈ હતી. ૫૮ વર્ષના સંયમ જીવનમાં ખૂબ જ વિકાસ કર્યો હતો. સુવિશુદ્ધ સંયમના પાલક હતા. પુણ્યપ્રતાપી હતા. સંઘાડાને ફાલ્યો ફૂલ્યો બનાવી વિ.સં. ૨૦૪૧, મહાવદિ-૧ના દિવસે લાકડિયા મુકામે સમાધિભાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org