________________
આ છે અણગાર અમારા
ભોગાવલિ કર્મ અને આયુષ્યની અનિત્યતા
માત્ર ૧૩ વર્ષની ઉંમરે પુરીબહેનના લગ્ન મનફરાના પેથાભાઈ વિસરીયાના સુપુત્ર કાનજીભાઈ સાથે થયા. ફકત બે વર્ષના લગ્ન જીવન બાદ એકાએક કાનજીભાઈ બિમારીનો ભોગ બની ગયા અને મૃત્યુ પામ્યા. ૧૫ વર્ષના પુરીબહેનને વૈધવ્યનું દુઃખ આવી પડયું. તે સમયમાં પુર્નલગ્નની કોઈ કલ્પના પણ કરી શકતું ન હતું. તે વખતે છ મહિના સુધી શોક પાળવામાં આવતો તે પૂર્ણ થતાં મહાસતીજી શ્રી ડાહીબાઈ આર્યાજી આદિ ઠાણાઓ ખેંગારપર પધાર્યા. તેમના સત્સંગથી પુરીબહેન વૈરાગ્ય વાસિત થયા અને માતા-પિતા પાસેથી સંયમની અનુમતિ માગી. સાસુ-સસરાની પણ રજા માગી. સર્વેએ પ્રેમથી રજા આપી આશીર્વાદ આપ્યા.
“જા સંયમ પંથે દીક્ષાર્થી, તારો પંથ સદા ઉજમાળ બને... જંજીર હતી જે કર્મોની, તે મુક્તિની વરમાળ બને...’’
૪૨૭
વિ. સંવત ૧૯૮૨ ની સાલે તેઓશ્રી ગુરૂણી સાથે વિધિવત્ ભણવા નીકળ્યા. ચાર મહિનામાં લખતા વાંચતા તથા સામાયિક-પ્રતિક્રમણ, દશવૈકાલિક સૂત્ર અને ૧૫ થોકડા કંઠસ્થ કર્યા. આવી તેમની યાદશક્તિ હતી. ત્રણ વર્ષ ગુરૂણી સાથે રહીને દશવૈકાલિક, ઉત્તરાધ્યયન સૂત્ર, થોકડા, સંસ્કૃતની પહેલી બૂક આદિ અભ્યાસ કરી લીધો.
સંવત ૧૯૮૫, ફાગણ સુદ-૨ ગુરૂવારના દિવસે મનફરા મુકામે પૂ. આચાર્ય શ્રી ગુલાબચંદ્રજી સ્વામીના શ્રીમુખેથી તેમની દીક્ષા થઈ. તેમનું નામ પ્રેમકુંવરબાઈ મ. રાખવામાં આવ્યું. તેમની સાથે પૂનમચંદ્રજી સ્વામીની દીક્ષા પણ થયેલી. પૂનમચંદ્રજી સ્વામીના ગુરૂ શતાવધાની રત્નચંદ્રજી સ્વામી હતા તથા પ્રેમકુંવરબાઈ મ.ના ગુરૂણી ડાહીબાઈ મ. હતાં. “કલ્યાણ જીવોનું કરવા કાજે, વિચરે દેશ વિદેશે.”
પૂ. ગુરૂણીશ્રીની સાથે પ્રેમકુંવરબાઈ મ. કચ્છ, વાગડ, ગુજરાત તથા મુંબઈ આદિ પ્રાંતોમાં વિચરીને જૈન ધર્મનો ફેલાવો કર્યો હતો.
થાણા સંઘની સ્થાપના પૂ. પંડિત તપસ્વી ડુંગરસિંહજી સ્વામીએ કરી હતી. તેમણે પ્રથમ ચાતુર્માસ પણ કરેલું. પરંતુ ત્યારે સ્થાનક ન હતું. નવું સ્થાનક બન્યા પછી થાણામાં પ્રથમ ચાતુર્માસ પૂ. પ્રેમકુંવરબાઈ મ. આદિ ઠાણાનું થયું ને સંઘમાં ખૂબ જ જાગૃતિ આવી. જેઓ કયારેય ઉપાશ્રયમાં નહોતા આવતા તેવા લોકોને આવતા કર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org