________________
૪૩૦
પૂ. સૂરજબાઈ મહાસતીજી પાર ન રહ્યો. હવે તેમને ભય લાગ્યો કે દીકરીને પરણાવવાથી તે મૃત્યુ પામે. નાનુ સુંદર પ્રાણથીય વધારે પ્રિય હોવાથી તેમને બાલકુંવારી જ રાખવી એવો નિર્ણય તેમણે કર્યો. પરંતુ સર્વજ્ઞ ભગવંતના જ્ઞાનમાં તે બાલ બ્રહ્મચારી રહેવાની છે તે વાત અજાણી ન હતી. દેવજીભાઈ પુત્રીના લગ્નની વાત જ ઉચ્ચારતા નહિ. આવી રીતે પુત્રીનું બાળપણ પસાર થઈ ગયું. મીરાંબાઈએ કહ્યું છે કે
સત્સંગનો રસ ચાખ, પ્રાણી તું તો સત્સંગનો રસ ચાખ; પ્રથમ લાગે તીખો ને કડવો, અંતે આંબા કેરી સાખ... પ્રાણી તું તો
સુંદરબાઈના કુટુંબમાં એક પુરીબાઈ નામના વડીલ ભાભી હતા. તેઓશ્રી ડુંગરશીભાઈ ગાલાના ધર્મપત્ની હતા. તેઓ પૂરેપૂરા ધર્મના રંગે રંગાયેલા હતા. તેઓશ્રી સુંદરને હંમેશા સ્થાનકમાં આવવા સમજાવતા પરંતુ સુંદરબહેનને કાંઈ ખબર જ નહિ કે સ્થાનક એટલે શું? સ્થાનક કેવું હોય? તેઓ સાવ અજાણ હતા. પુરીબાઈ તેમના સાચા પથદર્શક બન્યા. તેમણે સાચા અર્થમાં ધર્મદલાલી કરીને લાભ લીધો.
| વિ.સંવત ૧૯૯૦ ની સાલે પૂ. રતનબાઈ મહાસતીજી, પૂ. ભાણબાઈ મહાસતીજી આદિ ઠાણા સમાઘોઘા ચાતુર્માસ પધાર્યા. લોહચુંબક જેમ લોખંડને આકર્ષે તેમ સુંદરબાઈને પૂ. રતનબાઈ મહાસતીજીનું આકર્ષણ થયું. પૂ. મહાસતીજીના સરળ સ્વભાવથી આકર્ષાઈને સુંદરબહેન તેમના અંતેવાસી જેવા બની ગયા હતા. પૂ. ભાણબાઈ મહાસતીજીએ ખૂબ જ પ્રેમપૂર્વક સંયમજીવનની તાલીમ આપી. મહાસતીજીના સત્સંગમાં આવ્યા પછી ઘરે જરાય ગમતું નહિ તેથી આખો દિવસ ઉપાશ્રયમાં જ રહેવા લાગ્યા.
પારસમેં ઔર સંતમેં, બડા અંતરા જાન;
વો લોહા કંચન કરે, વો કરે આપ સમાન” પારસમણિ અને સંતોમાં ઘણો ફરક છે કેમકે પારસમણિ લોઢાને સોનું બનાવી દે પરંતુ પારસમણિ નથી બનાવતું જ્યારે સંતો એના સંપર્કમાં આવનારને પોતાના સમાન બનાવી દે છે.
દેવજીભાઈને સુંદરબહેનના પરિવર્તનનો ખ્યાલ આવી ગયો. તેમણે તેની પરીક્ષા પણ ખૂબ કરી પણ સુંદરબહેનનો વૈરાગ્ય પાકો હતો તેથી તે મક્કમ રહ્યા. સમાઘોઘા સંઘના ઘણા બહેનો સુંદરબહેનને સારું પ્રોત્સાહન આપતાં.તેઓ બધા મળીને દેવજીભાઈને સમજાવ્યા તથા ગુરુણી પાસે સુંદરબહેનને ભણવા માટે મોકલ્યા. સુંદરબહેન ગુરૂણી સાથે ભણતા, વિહારનો અનુભવ કરતા બિદડા પહોંચ્યા. આ બાજુ દેવજીભાઈને પુત્રી વગરનું ઘર સૂનું લાગવા માંડ્યું. પોતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org