________________
આ છે અણગાર અમારા
લઘુડો પરિવાર કરે સારી સારવાર
પૂ. પ્રભાકુંવરબાઈ મહાસતીજીના છ શિષ્યાઓ હતા (૧) મહાસતીજી શ્રી મોટા ચંદનબાઈ આર્યજી (૨) સરલાબાઈ મ. (૩) મધ્ય હંસાબાઈ મ. (૪) ઈન્દુબાઈ મ. (૫) હસુમતીબાઈ મ. (૬) મોટા તરુબાઈ મ.
૪૨૧
ઘણા વર્ષો ઝાલાવાડમાં વિચર્યા પછી કાઠિયાવાડમાં પધારવાની ભાવના હતી. પરંતુ સુરેન્દ્રનગરથી લીંબડી તરફ પૂ. આચાર્ય ભગવંત શ્રી રૂપચંદ્રજી સ્વામી, પૂ. ગુરૂદેવ શ્રી ચુનીલાલજી સ્વામી આદિ ભગવંતોના દર્શન કરીને કાઠિયાવાડ તરફ જવાના લક્ષ્યથી વિહાર કર્યો. ૨૫ વર્ષ સુધી વઢવાણ જવાનું લીંબડી સંપ્રદાયે બંધ રાખેલું. તે બંધ દ્વારો પૂ. આચાર્ય ભગવંત શ્રી રૂપચંદ્રજી સ્વામીની આજ્ઞાથી પૂ. મહાસતીજીએ ખોલ્યા. લીંબડી પૂ. ગુરૂ ભગવંતોના દર્શન કર્યા પરંતુ સ્વાસ્થ્ય ઉત્તરોત્તર બગડવા લાગ્યું.
દીક્ષાગુરૂ પૂ. કરશનજી સ્વામીએ કહેલું કે તમારા ગુરૂણી સાથે તમે ૨૨ વર્ષ રહેશો ને તમારું આયુષ્ય ૬૨ વર્ષનું છે. પ્રથમ વાત સાચી સાબિત થઈ હતી તથા અત્યારે ૬૨ મું વર્ષ ચાલી રહ્યું હતું તેથી સજાગ બની ગયા હતા. તબિયત ગંભીર થતાં હોસ્પિટલમાં દાખલ કરવા પડયા. અસહ્ય વેદનાને તેઓશ્રી મૌનભાવે સહન કરતા હતા. ડોકટર સાહેબ મહાસતીજીના દર્દને ગંભીર ગણીને કહેતાં કે આ મહાસતીજીના રૂંવાડે રૂંવાડે રોગની વેદના છે છતાં સમતાભાવ કેટલો છે ! અનુભવીઓના વચન સાચાં પાડયા છે. “સમતાથી દર્દ સહું, પ્રભુ એવું બળ દેજે’’ ડોકટર કહે, આ ઠેકાણે બીજા કોઈ દર્દી હોય તો આખી હોસ્પીટલ માથે લે. બૂમાબૂમ કરી મૂકે. પૂ. મહાસતીજીને જ્યારે પૂછવામાં આવતું કે કેમ છે ? ત્યારે તેઓશ્રી એટલું જ બોલતા કે અત્યારે હું વેદનીય સમુદ્ધાતનો અનુભવ કરી રહી છું.
“ઉદય ગમે તે આવે આત્મન, એનાથી તું છે ભિન્ન ભગવ’
ઉદય ઉદયનું કામ કરે, આત્મા આત્માનું કામ કરે. રાત્રે ઉંઘ ન આવે ત્યારે પદ્માસન લગાવી ધ્યાનમાં સ્થિર બની જતા તથા આત્મસાધનામાં લીન થઈ જતાં.
વિ.સં. ૨૦૨૭ વૈશાખ સુદી-૧૧ નો દિવસ આવ્યો ત્યારે આચાર્ય ભગવંત દર્શન દેવા પધાર્યા. પૂ. ગુરૂ ભગવંત હંમેશા આવતા તથા ભજન, સ્તોત્ર આદિ શિષ્યાઓને બોલાવી માથે મમતાભર્યો હાથ ફેરવ્યો. સાંજે પણ બધાને બોલાવ્યા તથા કૃપા સહિત કોમળ કર માથે મૂકયો તથા અંતિમ શિખામણ આપી કે પરિગ્રહ ભેગો કરશો નહિ, કષાય કરશો નહિ, સંસારીના સંગથી સદા દૂર રહેજો. આવા મહામૂલા ત્રિરત્નની મૂડી ભેટ આપી ત્યાં કાળનો હુમલો આવ્યો. પૂ. મહાસતીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org