________________
આ છે અણગાર અમારા
૪૧૯ પોપટાણી કુટુંબ હતું. “કુટુંબના કલ્યાણ સમાન કલ્યાણજીભાઈ તથા હેતાળ હેમકુંવર બહેનનો સુખી સંસાર, સપ્તર્ષિ સમા ત્રણ પુત્રને ચાર પુત્રીનો પરિવાર, જાણે કે સુખના સર્વ સ્વપ્રા સાકાર” એમાં પણ એક પુત્રીના પગલે તો માનો કે પોપટાણી કુળમાં એક અનોખી પ્રભા પ્રસરી ગઈ અને તેથી જ એનું ગુણયુક્ત સાર્થક નામ “પ્રભા” પાડયું.
' અસાર આ સંસાર છે, જ્યાં દુઃખો અપરંપાર છે.
અનંત તીર્થકર ભગવંતોએ આ સંસારને અસાર કહ્યો છે. જેમાં દુઃખ સિવાય કાંઈ નથી. આ સંસાર નિમિત્તોનો ભંડાર છે. પરંતુ જ્યાં સુધી ઉપાદાન તૈયાર ન થાય ત્યાં સુધી નિમિત્ત ઉપકારી બનતું નથી. નાનકડી પ્રભા ખૂબ જ સમજદાર હતી. માતા-પિતાને તે ખૂબ જ વહાલી હતી. ઘરના સર્વે સભ્યોની તે લાડકી હતી. વડીલોની હૂંફમાં હસતી-રમતી, શિર છત્રની છાયામાં કિલ્લોલ કરતી એ નિર્દોષ બાળાનો આનંદ ક્રૂર કાળને અકારો લાગ્યો જેથી એક ઝાપટ મારીને માતાની ગોદને ઝૂંટવી લીધી. માત્ર ૧૦ વર્ષની બાળવયમાં માતાનો અસહ્ય વિયોગ થયો. જેથી જીવન અસાર લાગ્યું. નાનકડી કન્યા ઉપર ભાઈ-બહેનો તથા પિતાને સાચવવાની જવાબદારી આવી ગઈ. નાની ઉંમરમાં પીઢ બની બાળકોને હૂંફ આપી. પરંતુ જમાનો ક્યાં જંપવા દે? યોગ્ય ઉંમરે કન્યાને જો પરણાવવામાં ન આવે તો સંસાર સુખે રહેવા ન દે. પ્રજાને પરણાવવાની પિતાની ઈચ્છા પૂર્ણ થઈ. મજેવડી ગામમાં ઘેલાભાઈ સાથે એમના લગ્ન થયા. “બાબુલ કી દુઆએ લેતી જા, જહાં તુઝકો સુખી સંસાર મીલે..” આમ પિતાશ્રીના આશીર્વાદ લઈ ૧૫ વર્ષની પ્રભા રડતાં હૃદયે વિદાય લઈ પતિગૃહે આવી ત્યારે કલ્પના પણ ન હતી કે પિતાજી પાસેથી છેલ્લી વિદાય લઈ રહી છું. લગ્ન પછી થોડા જ સમય બાદ આઘાત જનક સમાચાર મળ્યા કે પૂ. પિતાશ્રી કલ્યાણજીભાઈ અવસાન પામ્યા. હૈયું હચમચી ગયું. પરણ્યા પછી પિતાજીનું મુખ પણ જોવા ન મળ્યું. હજી પિતાના આંસુ સુકાયા ન હતા ત્યાં પ્રભાબહેનના બંને દિયરો ૧૦ દિવસની માંદગી ભોગવીને મૃત્યુ પામ્યા. માતાપિતાની હયાતિમાં બે યુવાન પુત્રો ચાલ્યા જાય, તેમની પરિસ્થિતિની તો કલ્પના જ કરવાની રહી. સંયોગોનો સ્વીકાર કર્યો જ છૂટકો.
આટલા આઘાત જાણે ઓછા હતા તેમ પ્રભાબહેનના સૌભાગ્યના સિંદૂરને ભૂંસી નાખવાનું અંતિમ શસ્ત્ર ક્રૂરતાના અટ્ટહાસ્ય સાથે ફેંક્યું. જેના પ્રહારથી ભલાભોળા ઘેલાભાઈના જીવ અને કાયા જુદા થઈ ગયા. પરણ્યાને પૂરું વર્ષ પણ થયું ન હતું. એવી ૧૬ વર્ષની કુમળી કળી ઉપર કુદરતે વૈધવ્યની છાપ મારી કાળરાજાએ ક્રૂર અટ્ટહાસ્ય કર્યું. વિરહની વેદનામાં બે બંધુઓની પાછળ ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org