________________
આ છે અણગાર અમારા
આ સંબંધનો કોઈ ભરોસો નથી.
કુ. ભાણબાઈ ૧૩ વર્ષના થયાં ત્યારે તેમનાં લગ્ન મુન્દ્રા પાસેના બારોઈ ગામના શ્રી દેવશીભાઈ સાથે થયા હતા. માત્ર દોઢ જ વર્ષમાં સંસારે પોતાનું સ્વરૂપ બતાવ્યું. આયુષ્યની ક્ષણભંગુરતા પ્રગટ થઈ. શ્રી દેવશીભાઈ કર્મજન્ય વ્યાધિનો ભોગ બન્યા અને દોઢ વર્ષનું દાંપત્ય જીવન ભોગવી સ્વર્ગવાસ પામ્યા. ૧૫ વર્ષની નાની વયમાં ભાણબાઈને વૈધવ્ય મળતાં તેમના આઘાતનો કોઈ પાર ન રહ્યો. પરંતુ બાલપણના ધર્મના સંસ્કારો જાગૃત થયા. સૌરાષ્ટ્રના ભક્ત કવિ નરસિંહ મહેતા જ્યારે વિધુર થયા ત્યારે તેમના મોઢામાંથી ઉદ્ગારો સરી પડ્યા. “ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રીગોપાલ” આવી રીતે ભાણબાઈ પણ પ્રતિબોધ પામ્યા અને દરરોજ સામાયિક-પ્રતિક્રમણની આરાધના કરવા લાગ્યા. પર્વ તિથિઓમાં પૌષધની આરાધના આદિ ધર્મ ધ્યાનમાં સમય પસાર કરવા લાગ્યા.
૪૧૭
તે વખતે કચ્છમાં વિચરતા વિદુષી વેલબાઈ મહાસતીજી તથા નાથીબાઈ મહાસતીજીના આજ્ઞાનુવર્તિની બા.બ્ર. વિદુષી પાંચીબાઈ આર્યજી પાસે તેમણે ધાર્મિક જ્ઞાનાભ્યાસ કરી માતા-પિતા તથા શ્વસુર પક્ષની સંમતિ લઈ સંવત ૧૯૬૯ ના ચૈત્ર સુદિ-૧૧ ને રવિવારે પોતાની જન્મ ભૂમિ ટોડામાં મહાસતીજી શ્રી પાંચીબાઈ આર્યાજી પાસે દીક્ષા લીધી. દીક્ષા લઈને તેમણે નાની-મોટી અનેક તપસ્યાઓ કરી ગુરૂણીની સેવામાં સદૈવ તત્પર રહેતા હતા. “આણાએ ધમ્મો, ને આણાએ તવો” આ બંને એમના જીવન મંત્રો હતા.
મે વેમિ ગળશારે ગુજ્જુૐ । સંતો સરળ હોય છે.
મહાસતીજી શ્રી ભાણબાઈ આર્યજી, આચારાંગ સૂત્રમાં ભગવાન મહાવીરે ફ૨માવ્યું છે તેવા સરળ હતા. તેઓ સીધા અને સાદા પણ એટલા જ હતા અનુભવીઓએ સાચું જ કહ્યું છે, “જેનું જીવન સાદું તેનું નામ સાધુ”.
આવા સીધા, સાદા અને સરળ આત્માઓને પણ પૂર્વકૃત કર્મો તો અવશ્ય ભોગવવા જ પડે છે. સંયમ લીધા પછી અમુક વર્ષો બાદ તેમને અશાતાવેદનીય કર્મનો ઉદય વર્તાવા લાગ્યો પરંતુ તેઓશ્રી સમતાશીલ હતા. તેથી સમભાવે બધું સહન કરતા હતાં. કોઈવાર રોગ શમી જતો તો કયારેક ઉગ્ર સ્વરૂપ ધારણ કરતો. વિ. સં. ૨૦૨૩ ના વૈશાખ મહિનામાં સુરેન્દ્રનગરમાં પૂ. મહાસતીજીને જણાયું કે હવે મારું શરીર લાંબુ ટકે તેવું લાગતું નથી તેથી તેઓ સ્વાધ્યાય અને ધ્યાનમાં વિશેષ રત રહેવા લાગ્યા. જેમ જેમ સમય વીતતો ગયો તેમ શરીર ક્ષીણ બનતું ગયું. પરંતુ શરીરની ક્ષીણતાની સાથે અંતર વિશુદ્ધિ વૃદ્ધિ પામતી ગઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org