________________
મહાસતીજી શ્રી પ્રભાકુંવરબાઈ આર્યાજી
મહાસતીજીના સમતાભાવથી તથા સરળતાથી સહુ કોઈ આશ્ચર્યમાં પડી જતા. સાથે રહેલા પૂ. મોટા મહાસતીજી આદિ સાધ્વી મંડળ તથા શ્રી સંઘે તેમની વૈયાવચ્ચ કરવામાં જરાય કચાશ રાખી નહોતી.
૪૧૮
તબિયત કાંઈક સારી થતા તેઓ સર્વે ઠાણા વિહાર કરીને અમદાવાદ નગરશેઠના વંડામાં શ્રી સૌરાષ્ટ્ર સ્થાનકવાસી જૈન સંઘના આંગણે ચાતુર્માસ પધાર્યા. પૂ. ભાણબાઈ મહાસતીજીએ શ્રાવણ વદિ-અમાસને રવિવારથી ફક્ત પાણી સિવાય બધાય આહારનો ત્યાગ કર્યો.
તેમણે પૂ. ગુરૂણી શ્રી રતનબાઈ મહાસતીજી આદિ ઠાણાઓને બોલાવી કહ્યું, હવે મારે સંથારો કરવો છે. સાધુના ત્રીજા મનોરથને સાકાર સ્વરૂપ આપવું છે. ૧૬ વર્ષની ઉંમરે દીક્ષા લેનાર મહાસતીજીએ ૫૪ વર્ષનો સંયમ પાળી છેલ્લે આજીવન અનશનની આરાધના કરી. ૨૫ દિવસ સુધી ચાલેલા આ સંથારા દરમિયાન પૂ. ભાણબાઈ મહાસતીજીએ એક રૂમમાં એક પાટનો જ ઉપયોગ કર્યો હતો. તેમને સંથારાના પચ્ચક્ખાણ સદાનંદી શ્રી છોટાલાલજી સ્વામી તથા માડી મહારાજ પૂ. લક્ષ્મીચંદ્રજી સ્વામી, સુશિષ્ય પૂ. માધવસિંહજી સ્વામીએ કરાવ્યા
હતા.
પૂ. મહાસતીજીએ આવા દુષમ કાળમાં જૈન ધર્મની એક સર્વોચ્ચ સાધનાને મૂર્તિમંત બનાવી જગતને દેખાડી આપ્યું કે આજના સમયમાં પણ આવી સાધના શકય છે. પૂ. મહાસતીજી સંપૂર્ણ સમાધિ ભાવે તા. ૨૮-૯-૧૯૬૭ ના સવારે ૭.૩૦ વાગે નગરશેઠના વંડાના ઉપાશ્રયમાં અમદાવાદ મુકામે કાળધર્મ પામ્યા
હતા.
* *
પ્રભાવશાળી મહાસતીજી શ્રી પ્રભાકુંવરબાઈ આર્યાજી
“મારી સોરઠની ધરતીના લીલૂડા નીર : શિયાળે સોરઠ ભલો...’ આવી ઉક્તિઓ જે પ્રાંત માટે પ્રચલિત છે તેવી સોરઠની પવિત્ર ધરતી ઉપર બાવીસમા તીર્થંકર શ્રી અરિષ્ટનેમિ ભગવાન થયા તથા અનેક જીવોને તાર્યા. પ્રભુની નિર્વાણ ભૂમિ પણ સોરઠ-ગિરનાર ગિરિ છે. નવમા વાસુદેવ શ્રી કૃષ્ણની કર્મભૂમિ પણ સોરઠ પ્રાંત... નરસિંહ મહેતા જેવા ભક્ત કવિ જે ભૂમિમાં થયા. અનેક સંતો - મહંતો ને અરિહંતો જે ભૂમિમાં થયા તે પુણ્ય ભૂમિમાં સરસઈ ગામ હતું. ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org