________________
આ છે અણગાર અમારા
૪૧૩ લાગ્યા. પૂ. મહાસતીજીઓએ સાગારી સંથારા પાળ્યા. મરણાંતિક ઉપસર્ગમાંથી મુક્ત થયા.
દાને દાને પર લિખા હૈ, ખાનેવાલે કા નામ પૂ. મહાસતીજીનું સં. ૨૦૦૯નું ચાતુર્માસ ધોરાજી નક્કી થયેલ પરંતુ શ્રી પ્રભાવતીબાઈ મ.ને ટાઈફોઈડ તાવ થયો. તેમની બિમારીના કારણે ચાતુર્માસ વડિયા જ રહેવું પડ્યું.
વડિયા ગોંડલ સંપ્રદાયનું ક્ષેત્ર, પરંતુ ત્યાંનો વિવેકી સંઘ અને વિવેકી મહાસતીજીઓ તેથી સોનામાં સુગંધ ભળી. પૂ. શ્રી માણેકબાઈ મ.ના વૈરાગ્યસભર વ્યાખ્યાનો તથા સંયમી વર્તણૂકથી શ્રી સંઘમાં અનેરો આનંદ મંગળ વર્તાઈ ગયો. ત્યાંના શ્રી પ્રેમચંદભાઈ તો પૂ. માણેકબાઈ મ.ને કહેતા કે તમે તો મોટા મહદ્ધિક દેવ થશો. વડિયામાં શ્રી માણેકચંદ્રજી છાત્રાલયમાં વર્ષોથી પંડિત રોશનલાલજી જેવા સમર્થ વિદ્વાનને રોકેલા હતા જેમનો લાભ ચાતુર્માસમાં મહાસતીજીને સારો મળ્યો હતો.
“મિયા ધ ગારિહિં પરૂપ ” તીર્થકરોએ સમતામાં ધર્મ બતાવ્યો છે. તે વખતે કચ્છ બાજુ વિચરતા બા.બ્ર. તપસ્વિની સેજકુંવરબાઈ મહાસતીજી તથા વિદુષી દેવકુંવરબાઈ મહાસતીજી કાળધર્મ પામતા શ્રી વેલ-માણિક્ય મહાસતીજીએ કચ્છમાં પધારવાનું નક્કી કર્યું. સંઘનો ખુબ જ આગ્રહ હોવા છતાં નાના મહાસતીજીઓને ધ્યાનમાં રાખી કચ્છ-વાગડ તરફ વિહાર કર્યો. સં. ૨૦૧૦ની સાલે વેણાસર પધાર્યા. ત્યાં આઠ કોટિ મોટી પક્ષના પંડિતરત્ન પૂ. છોટાલાલજી સ્વામી આદિ મુનિવરો મળતા ખ્યાલ આવ્યો કે વેણાસરના રણમાં પાણી આવી ગયું છે તો હવે શું કરવું ? કેમકે કચ્છમાં જવું જરૂરી હતું. પૂ. છોટાલાલજી સ્વામીએ કહ્યું, આપણે ટીકરથી રણ ઉતરીએ. એ રણ બાર ગાઉ (૩૮ કિ.મી.)નું છે. વચ્ચે કેશમાલ બેટમાં રાત રહેવું પડે. ત્યાં સુધી ટીકરના ભાવિકો આવેલા. તંબુમાં રાત પસાર કરી. સવારે પૂ. મુનિવરો આગળ વિહાર કરી ગયા પછી મહાસતીજીઓએ ભોમિયા સાથે વિહાર કર્યો પણ રસ્તામાં ભૂલા પડ્યા. પાણીની ખૂબ તરસ લાગી. પૂ. શ્રી છોટાલાલજી સ્વામી પાસે અભ્યાસ કરતા બે દીક્ષાર્થી ભાઈઓ હતા. એક ભાઈ મહારાજ સાહેબ સાથે તથા બીજા મહાસતીજી સાથે રહ્યા. તેમની પાસેથી સૂજતું પાણી વહોરી બધાએ વાપર્યું પણ પૂ. માણેકબાઈ મહાસતીજીએ ન વાપર્યું. મહામુસીબતે બપોરે અઢી વાગે કાનમેર પધાર્યા. પાણીનો અને ચાલવાનો પરીષહ પૂ. મહાસતીજીઓએ સમભાવે સહન કર્યો. આર્ય પુરૂષોએ સમતામાં ધર્મ કહ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org