________________
૪૧ ૨.
પૂ. વેલબાઈ મ. તથા પૂ. માણેકબાઈ મ.
કચ્છના મહાસતીજીઓએ પ્રથમવાર રણ ઉતરવાની કરેલી શરૂઆત
અગાઉ સાધ્વીજીઓના માટે રણ ઊતરવાનો પ્રતિબંધ હતો. કચ્છના સાધ્વીજીઓ કચ્છમાં તથા સૌરાષ્ટ્રમાં જ વિચરતા હતા. જ્યારે શ્રી માનકુંવરબાઈ મહાસતીજીના શરીરમાંથી હદ બહાર લોહી પડવા લાગ્યું ત્યારે ઓપરેશનની આવશ્યકતા ઊભી થઈ હતી. એટલે પૂ. સાહેબની મંજુરી મેળવી ચાતુર્માસ પૂર્ણ થયે પૂ. શ્રી વેલબાઈ મ., પૂ. માણેકબાઈ મ., પૂ. શ્રી માનકુંવરબાઈ મ. (ડાબેથી), બા.બ્ર. રૂક્ષ્મણીબાઈ મ., બા.બ્ર. ઉજ્જવળકુમારી મ. ઠાણા-૫ લીંબડી તરફ વિહાર કર્યો. તે સાલ હતી વિ.સં. ૨૦૦૮ વિહારમાં લાકડિયાના સેવાભાવી હરખચંદ ખીમજી ગડા લીંબડી સુધી સાથે રહેલા. લીંબડીમાં તે વખતે પૂ. આચાર્ય શ્રી ગુલાબચંદ્રજી સ્વામી સ્થિરવાસ બિરાજતા હતા. પૂ. સામજી સ્વામી પણ ત્યાં પધાર્યા હતા. આવી રીતે મહાસતીજીઓમાં રણ ઉતરવાની શરૂઆત એમણે કરી હતી.
બે ચાતુર્માસ સૌરાષ્ટ્રમાં : સંવત ૨૦૦૮નું ચાતુર્માસ જૂનાગઢ કર્યું. ત્યારબાદ સંવત ૨૦૦૯ની સાલે પૂ. ગુરૂદેવ શ્રી શામજી સ્વામીની નિશ્રામાં મહાવદિ-૫, બુધવારે કચ્છ ગુંદાલાના પાનકુંવર બહેને દીક્ષા લીધી. તેમનું નૂતન નામ પ્રભાવતીબાઈ મહાસતીજી રાખવામાં આવ્યું. જેઓશ્રી અત્યારે વેલ-માણિક્ય પરિવારમાં ત્રીજા ક્રમે છે.
'ભયંકર ઉપસર્ગમાંથી ઉગરી ગયા વિ.સં. ૨૦૦૯નું ચાતુર્માસ ધોરાજી નક્કી થયું. વિહારમાં નાના ગામો આવે. શ્રી પ્રભાવતીબાઈ મ.ને તાવ આવ્યો. મહા મુસીબતે વિહાર કરી વડિયા સુધી તો પહોંચ્યા. પૂ. મહાસતીજીઓ નદી કાંઠે રહેલ ગામના ઉપાશ્રયે ઊતરેલાં, જેઠ મહિનામાં વરસાદ પુષ્કળ વરસ્યો. સાંજના સમયે ઉપરવાડાની નદીમાં પૂર જોશમાં આવ્યું. ઉપાશ્રયની દિવાલ તૂટી પડી. ખબર કાઢવા પરામાંથી મણિબાઈ ટીમ્બડીયા આદિ બે ભાઈઓ પહોંચી આવ્યા. ત્યાં તો ઉપાશ્રયના આંગણામાં પાણી પહોંચ્યું. પથારીમાં રહેલ પ્રભાવતીબાઈ મ. સહિત બધાં ય ઉપર ચઢી ગયા. પાણીનો પ્રવાહ વધતાં પાટ, પાટલા, બાજોઠ આદિ તણાવા લાગ્યા. ઉપાશ્રય અને નદી એક થઈ ગયા. ચારેબાજુ જળબંબાકાર, સૌએ ટૂંકમાં પ્રતિક્રમણ કરી સાગારી સંથારો લઈ નવકાર મંત્રના જાપ શરૂ કરી દીધા. આવેલ ભાઈઓ મહાસતીજીને હિંમત આપતા ગયા. સર્વે મહાસતીજીના હૈયા હચમચી ગયા. પૂરેપૂરું જોખમ હતું પરંતુ શાસનદેવના પ્રતાપે રાતના પ્રથમ પહોરે જ નદીના પૂર ઓસરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org