________________
૪૧૪
પૂ. વેલબાઈ મ. તથા પૂ. માણેકબાઈ મ. શાસ્ત્રનિષ્ઠ સંયમજીવન : રણના પરિશ્રમ અને પાણીના પરીષહે પૂ. માણેકબાઈ મ.ની તબિયત નાદુરસ્ત રહેવા લાગી. દેશી ઉપચારો કર્યા પણ ખાસ ફાયદો થયો નહિ. શાસ્ત્રાજ્ઞા મુજબ રહેવાવાળા પૂ. મહાસતીજીને એલોપથી દવા તરફ નફરત હતી.
- પૂ. વેલબાઈ મ., પૂ. માણેકબાઈ મ.ની તબિયતના કારણે બાર વર્ષ વાગડમાં જ વિચર્યા. એક ગાઉનો વિહાર પણ માંડ કરી શકતા એવા પૂ. મહાસતીજી ચાલી શક્યા ત્યાં સુધી પગપાળા વિહાર કર્યો પણ અત્યંત અશક્ત થઈ જવાના કારણે ડોળીનો સહારો લીધો. સં. ૨૦૨૩ એક વર્ષ રાપર તથા સં. ૨૦૨૪ એક વર્ષ લાકડિયા રહ્યા.
રાપરમાં સ્થિરવાસ અને રાજગૃહીની ઉપમા |
વિ.સં. ૨૦૨૫થી પૂ. વેલબાઈ મહાસતીજી તથા પૂ. માણેકબાઈ મ. રાપરમાં સ્થિરવાસ રહ્યા. અગાઉ રાપરની વાંઢી બજાર તરીકે ઓળખાતી બજાર યોગાનુયોગ પુણ્યશાળી પૂ. મહાસતીજીઓના પુનિતપગલે ધંધાથી ધમધમતી થઈ ગઈ. સંઘ પણ સમૃદ્ધ થઈ ગયો.
બન્ને ગુરૂણીશ્રીઓની સેવામાં વિદુષી બા.બ્ર. ઉજજવળકુમારીજી મ., મુક્તાબાઈ મ., અરૂણાબાઈ મ., દર્શિતાબાઈ મ., હર્ષિતાબાઈ મ. આદિ ઠાણાઓ વધારે પ્રમાણમાં રાપરમાં રહેલા. સંઘાડાના બધા ઠાણાઓ એક વાર તો દર વર્ષે ગુરૂણીઓના દર્શને પધારતા તથા ધન્યતા અનુભવતા.
“૩ારવરિતાનાં તુ વસુધૈવ કુટુમ્ ” ઉદાર દષ્ટિવાળાઓ માટે પૃથ્વી કુટુંબ સમાન હોય છે. આ સુભાષિત અનુસાર પૂ. વેલ-માણિક્ય મહાસતીજી, પોત પોતાના ગુરૂણીઓના કાળધર્મના કારણે એકલા પડી ગયેલા. નીચેના મહાસતીજીઓને પોતાના શિષ્યાઓને વારાફરતી એમની સેવામાં રાખી શાતા ઉપજાવી સાચવી લીધા હતા. પૂ. મૂળીબાઈ મ.ના શિષ્યા વિદુષી મોટા રતનબાઈ મ., પૂ.ગંગાબાઈ મ.ના શિષ્યા શાંત સ્વભાવી શ્રી દીવાળીબાઈ મ., પૂ.નાના કુંવરબાઈ મ.ના શિષ્યા સરળ સ્વભાવી શ્રી મેઘબાઈ મ. તથા સમયજ્ઞ શ્રી દેવકુંવરબાઈ મ., આ ચારેને ખૂબ સાચવ્યા હતા.
શાલિનો ઝાડ ને શાલિનો પરિવાર
જેવા ગુરૂણી તેવા જ શિષ્યાઓ, આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. પોતાના શિષ્યાઓને પ્રથમ ગુંદાલા સિદ્ધાંતશાળામાં, પછી ઘાટકોપર શ્રમણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org