________________
આ છે અણગાર અમારા
૪૦૭
'તિર્થસ્વરૂપા એકાધિક શતાયુષી વેલબાઈ મહાસતીજી તથા
'શ્રુતશીલા મહાસતીજી શ્રી માણેકબાઈ આર્યાજી
કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાનું ગુંદાલા ગામ એટલે સંત-સતીજીઓનું ધામ. ત્યાં ૫૧ જેટલા સાધુ-સાધ્વીજી લીંબડી અજરામર સંપ્રદાયમાં થયા. વીશા ઓસવાળ જ્ઞાતિની સારી એવી વસ્તી. તેમાં ધર્મપ્રેમી વીરજીભાઈ તેજુભાઈ રાંભીયા તથા ધર્માનુરાગી ભમીબહેનના ઘરે એક સુપુત્ર તથા બે સુપુત્રી જન્મ્યા. જેમનાં નામ અનુક્રમે (૧) લાધાભાઈ (૨) ભચીબહેન (૩) વેલબાઈ. નાનું કુટુંબ સુખી કુટુંબ હતું.
વિ.સં. ૧૯૪૫, મહાસુદ-૫ના સૌથી નાની સુપુત્રી વેલબાઈનો જન્મ થયો. “ગામમાં પિયર ને ગામમાં સાસરું રે લોલ...” ગુંદાલાના ધર્મપ્રેમી સગૃહસ્થ મુળજીભાઈ આશારિયાના ત્રણ સુપુત્રો હતા (૧) ઘેલાભાઈ (૨) દેવરાજભાઈ (૩) ચાંપશીભાઈ. વિ.સં. ૧૯૫૬ (છપ્પનિયા દુષ્કાળના વર્ષોમાં માત્ર બાર વર્ષની ઉંમરે નાની સુપુત્રી વેલબાઈના લગ્ન મુળજીભાઈના નાના સુપુત્ર ચાંપશીભાઈ સાથે થયા હતા.
સંપ ત્યાં જંપ અને સંપ ત્યાં લક્ષ્મી
સુસંસ્કારી વેલબાઈ સાસરે આવ્યા પછી ઘરની જાહોજલાલી વધતી ગઈ. સાચું જ કહ્યું છે કે “પુત્રના લક્ષણ પારણામાં ને વહુના લક્ષણ બારણામાં” એમના પગલે પગલે પુણ્ય પ્રગટતા. દેરાણી-જેઠાણી વચ્ચે ખૂબ જ સંપ હતો. સગા બહેનોની જેમ તેઓ રહેતા. જયાં સંપ હોય ત્યાં શાંતિ હોય છે. પરંતુ આ સંસાર બહુ વિચિત્ર છે. તેમાં કાયમ એક સરખા દિવસો કોઈનાય જતા નથી. આયુષ્યનો કોઈ ભરોસો નથી.
વિ.સં. ૧૯૬૪ની સાલે ભરયુવાનીમાં શ્રી ચાંપશીભાઈ સ્વર્ગવાસ પામ્યા. પરંતુ જતાં જતાં એ પરમાર્થી જીવ પોતાના પત્ની વેલબાઈને કહેતા ગયા કે તું ધર્મ કરજે.
વેલબાઈને માત્ર ૧૯ વર્ષની ઉંમરે વૈધવ્યનું દુઃખ આવ્યું છતાં પૂર્વના સંસ્કારો જાગૃત થયા. વિદુષી શાંત સ્વભાવી શ્રી જીવીબાઈ મહાસતીજીના સત્સંગથી વૈરાગ્યના ભાવ થયા. ધાર્મિક અભ્યાસની શુભ શરૂઆત કરી દીધી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org