________________
આ છે અણગાર અમારા
૪૦૫.
(સો વર્ષનું રહસ્ય કર્વે નામના એક મોટા પત્રકાર થઈ ગયા. તેઓ સો વર્ષના થયા ત્યારે તેમની શતાબ્દી ઉજવાઈ. તે વખતે ભેગા થયેલા પત્રકારોમાંથી એક પત્રકારે પ્રશ્ન કર્યો, “કર્વે સાહેબ ! આપના સો વર્ષના આયુષ્યનું રહસ્ય શું છે?” કર્વેએ ઉત્તર આપતાં કહ્યું, “મિત્રો ! મારા દીર્ઘ જીવનનું રહસ્ય મારા જીવનમાં બનેલો એક પ્રસંગ છે.” હું ત્યારે ચાલીસ વર્ષનો હતો. અમારા ઘરમાં એક બાઈ વાસણ માંજવાનું કામ કરતી હતી. તે પ્રૌઢ હતી. એક રાત્રિ તેણી અચાનક મારા ઘરે આવી. આવતાની સાથે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. મેં એને સમજાવીને શાંત કરી તથા શું હકીકત બની છે તે શાંતિથી કહેવા જણાવ્યું. ત્યારે બોલી કે તેનો એકનો એક પુત્ર જે અઢાર વર્ષનો હતો તેને એક્સીડન્ટ થયેલ અને તાત્કાલિક ફી તથા સારવાર માટે રૂપિયા હજાર તરત જ પહોંચાડવાના હતા, જો પૈસાની જલ્દી સગવડ ના થાય તથા સારવાર ન થાય તો તેના દીકરાના પ્રાણ ચાલ્યા જાય. એ હકીકત રડતાંરડતાં કામવાળી બાઈએ સંભળાવી તથા કહ્યું, “શેઠ ! મારા દીકરાને બચાવો, હવે મારું શરણ આપ જ છો.”
કર્વે પત્રકારને આટલી વાત કરીને થોભ્યા પછી બોલ્યા, “હું કામવાળી બાઈની વાત સાંભળીને પીગળી ગયો. મેં તુરત કબાટમાંથી રૂા. બે હજાર કાઢીને તેના હાથમાં મૂકી દીધા.” તે જોઈને બાઈ એટલા હર્ષાવેશમાં આવી ગઈ કે પોતે કામવાળી બાઈ છે અને હું તેનો શેઠ છું, એ વાત ભૂલી ગઈ. આનંદના આવેશમાં તે પ્રૌઢાના અંતરમાંથી માતૃત્વ ભરેલા વાત્સલ્યમય ઉદ્દગારો નીકળી પડ્યા, “બેટા ! સો વરસનો થજે.”
આ દષ્ટાંત કવયિત્રી શ્રી કવિતાબાઈ મ. એટલા માટે યાદ કરાવે છે કે આશીર્વાદમાં આવી અપાર શક્તિ ભરેલી છે. પૂ. રતનબાઈ મહાસતીજીએ એમના ગુરૂણીમૈયા પૂ. મોટા વેલબાઈ સ્વામીના એવા આશીર્વાદ મેળવેલા કે પોતે ૧૦૦ વર્ષના થયા. ક્યારે પણ પૂ. રતનબાઈ મ.ને પૂછવામાં આવતું કે આપના દીર્ઘ જીવનનું રહસ્ય શું છે? તેનો જવાબ એક જ મળતો “હું તો કાંઈ નથી. પૂ. ગુરૂણીમૈયાના આશીર્વાદ છે. મેં તો આટલી ઉંમર કોઈની જોઈ નથી. મને આશીર્વાદ દેનારા મારા ગુરૂણીમૈયા નાની ઉંમરમાં જતા રહ્યા અને મારો આઉખો વધી ગયો.” ગુરૂણીશ્રીને ખૂબ જ શાતા ઉપજાવવાથી પોતે પણ એવી જ શાતા પામ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org