________________
૪૦૨
પૂ. રતનબાઈ મહાસતીજી તથા પૂ. મહાસતીજીની ભાવના પૂર્ણ કરી. યોગાનુયોગ ઉંમરબાઈ પણ પૂ. મહાસતીજીના દર્શન કરી તૃપ્ત થયા અને ત્યારબાદ ટૂંક સમયમાં સ્વર્ગવાસ પામ્યા. પૂ. મહાસતીજીની લાગણી સર્વ શ્રાવકો તરફ અનન્ય હતી.
ભવનો અંત આણવા તપની આરાધના શાસન પ્રભાવક પંડિતરત્ન પૂ. ભાવચંદ્રજી સ્વામી સં. ૨૦૪રના મહાસુદિ-૭ના દિવસે પૂ. મહાસતીજીને દર્શન દેવા સમાઘોઘા પધાર્યા ત્યારે મહાસતીજી અત્યંત ભાવવિભોર બની ગયા હતા. ભાવથી વંદન નમસ્કાર કર્યા પછી જે વાર્તાલાપ થયો તેનો સાર નીચે પ્રમાણે છે. પૂ. ગુરૂદેવ શ્રી : “મહાસતીજી ! તપસ્યાની શાતા રહે છે ને ?” “ઘણી જ શાતા છે, જ્યાં સુધી શક્તિ છે, ત્યાં સુધી ઉપવાસ કરતી રહીશ.” “વૃદ્ધાવસ્થામાં શરીરને સાચવવું તો પડે ને ?” પૂ. મ. સાહેબે કહ્યું.
૯૯ વર્ષ થયા છે, ઘણું બધું ખાધું છે; હવે તો ઉપવાસ એ જ મારો ખોરાક છે.” “મહાસતીજી ! આવડી મોટી ઉંમરે આટલી બધી તપસ્યા શા માટે કરો છો? તેનું કાંઈ રહસ્ય તો હશે ને ?” “ભવનો છેડો કાઢવા અને આત્માને તારવા માટે આ તપ કરું છું.” મહાસતીજીએ સ્પષ્ટતા કરી.
“વહેતા પાણી નિર્મળા, સ્થિર પડ્યા ગંદા હોય,
સાધુ તો ચલતા ભલા, ડાઘ ન લાગે કોય, સ્થિર પડ્યા પાણી નિર્મળા, જો કદિ ઊંડો હોય;
સાધુજન તો સ્થિરભલા, જો કારણ ખરું હોય.” સંત-સતીજી જ્યાં જ્યાં વિચરે છે તે ધરતી ધન્ય બની જાય છે. પૂ. રતનબાઈ મ. ૯૭ વર્ષની ઉંમર સુધી વિચરતા રહ્યા પણ છેલ્લા ત્રણ વર્ષ સ્થિરવાસ રહ્યા. વાગડના ક્ષેત્રોમાં ખૂબ જ ઉપકારો કર્યા છે. કચ્છના લોકોને પણ ધર્મના માર્ગે વાળ્યા છે. સૌરાષ્ટ્ર, ગુજરાતમાં પણ ઘણો ઉપકાર છે.
( સ્થિરવાસનું શ્રેષ્ઠ ક્ષેત્ર અને સમાઘોઘા સંઘની સેવા વિ.સં. ૨૦૩૯નું ઐતિહાસિક ચાતુર્માસ રતાડિયામાં કર્યું. એ ચાતુર્માસમાં સમાઘોઘા સંઘે સ્થિરવાસ માટેની ભાવભીની વિનંતી કરી. અન્ય સંઘોની વિનંતી હોવા છતાં પણ પૂ. મહાસતીજીએ સમાઘોઘા સંઘની વિનંતી માન્ય રાખી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org