________________
આ છે અણગાર અમારા
૪૦૧ ૮૫ વર્ષની ઉંમર સુધી પગે ચાલીને વિહાર કરતા રહ્યા ત્યાર પછી ડોળીથી વિહાર કરતા પણ ગામની આજુબાજુ એકાદ કિ.મી. ચાલતા.
સ્વ. પંડિતજી શ્રી રોશનલાલજી પૂ. રતનબાઈ મ.ના શ્રી મુખેથી માંગલિક સાંભળવાનો આગ્રહ રાખતા તથા શિખામણના શબ્દો સાંભળવા ઉત્સુક રહેતા. મહાસતીજીની સરળતા સૌને સ્પર્શી જતી. બાબુભાઈ લુંભાને કહેતા, “લુચ્ચાલફંગાની સોબત ન કરજે, અખાદ્ય ન ખાજે. સંપ, સુલેહ અને સ્નેહથી રહેજે, તારી માની સંભાળ રાખજે.” બાબુભાઈ કહેતા, મને રતનબાઈ મ.માં સગી માતાના દર્શન થતા.
વિહારમાં અનેક લોકોને ધર્મ પમાડતા. હંમેશા સૌને શીખવાની પ્રેરણા આપતા. ભાવનગરની બાજુમાં ગઢેચી ગામમાં પૂ. મહાસતીજીના પધારવાથી અભુત ધર્મજાગૃતિ આવી હતી. પૂ. મહાસતીજીશ્રી દર્શનાર્થીઓને જે સોનેરી શિખામણો આપતા તેના કેટલાક રત્નના અંશો...
(૧) પહેલું સુખ તે જાતે નર્યા (૨) ઝાઝા ભોગ ત્યાં ઝાઝા રોગ (૩) વિલાસ ત્યાં વિનાશ (૪) પોતાનું ખાધેલું પોતાનું કામ આવે (૫) પોતાનો વ્યવહાર પોતાને કામ આવે (૬) ચેતીને ચાલો (૭) ગયો અવસર ફરીને નહિ આવે (૮) કડે કી કડે કીં મળે ન હોય સરખા દી (૯) ક ક કડે કીં કાલ ઓગધો કેડ દિ (૧૦) કડે કી કહેં કીં હકડો દિ હલ્યો વધો દિ. (૧૧) કડે કીં કડેં કી રૂપિયો ઉડે કકરે જી.
યુવા વર્ગ દર્શનાર્થે આવે તેમને ખાસ ભલામણ કરતા કે સિનેમા જોઈ આંખ ન બગાડશો. ખરાબ સોબત અને વ્યસન ન રાખશો. અભક્ષ્ય વસ્તુ ન ખાશો. મા-બાપની ભક્તિ કરજો, તેમને શાતા પમાડજો. બાપ તેવા બેટા, વડ તેવા ટેટા. એ ન્યાયે જેવા તમારા બાપા ખાનદાન છે, તેવા બનજો.
ભક્ત કે આધીન ભગવાન રતાડિયાના ક્રોડાધિપતિ શેઠ શ્રી કલ્યાણજી ગંગાજર ભગત પૂ. રતનબાઈ મ.ના અનન્ય ભક્ત હતા. તેમના માતુશ્રી ઉંમરબાઈ પૂ. મહાસતીજીના બાલપણના બહેનપણી હતા. પૂ. રતનબાઈ મ.માં કલ્યાણજીભાઈને ભગવાનના દર્શન થતા. તેઓ મહાસતીજીના પડ્યા બોલ ઝીલતા.
વિ.સં. ૨૦૩૮ની સાલે રતાડિયા ચાતુર્માસ દરમિયાન મહાસતીજીએ કલ્યાણજીભાઈને કહ્યું, “તારી માતા મને જીવતા જીવ મળશે કે નહિ? એ મુંબઈ ને હું અહીં, જો તું દેશમાં લઈ આવે તો મને મળે.” અને ખરેખર કલ્યાણજીભાઈ પ્લેનથી મુંબઈ ગયા અને બીજે જ દિવસે પ્લેનથી પોતાના માતુશ્રીને તેડી આવ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org