________________
૪૦૦
પૂ. રતનબાઈ મહાસતીજી
કે હાથ-પગમાં અસહ્ય દુઃખાવો થતો ત્યારે તેઓ પૂ. રતનબાઈ મ.ને કહેતા, “મારી મીઠી મા ! મને વાંસમાં દાબી દેને, કમ દાબતા હોય ત્યારે કહે, પગ દાબી દે ને.” આવું ચાલ્યા જ કરે છતાં તેઓ કંટાળે નહિ. પૂ. મહાસતીજીની મૈત્રીભાવના તથા સેવાભાવના કેટલા ઉચ્ચ કોટિના હશે !
વિ.સં. ૧૯૯૨ની સાલે ભૂજ ચાતુર્માસ જતા હતા ત્યારે રસ્તામાં એક નાનકડા ગામમાં રબારીના વાસમાં રાત રોકાયેલા ત્યારે ચાર-પાંચ માણસો લૂંટવાના ઈરાદે આવ્યા પરંતુ મહાસતીજી નિર્ભય રહ્યા તથા અવાજ કર્યો જેથી બાજુના મેગા રબારીએ લૂંટારાઓને પડકાર્યા તેથી તેઓ ભાગી ગયા.
“સાત ભયના ટાલણ હાર...” ઈ.સ. ૧૯૭૧ની સાલે ભારતપાકિસ્તાનનું યુદ્ધ થયું ત્યારે ભૂજમાં બોમ્બ વર્ષા થઈ. ૭૫% લોકો ભૂજ છોડી ગયા. ભયંકર ભય ફેલાઈ ગયો. સંઘપ્રમુખ શ્રી મનહરલાલ લધુભાઈએ પૂ. મહાસતીજીને વિનંતી કરી કે વાહનમાં બેસીને ભૂજ છોડવા જેવું છે પરંતુ મહાસતીજીએ કહ્યું, સાતમની છઠ્ઠ કરનાર કોઈ નથી. તેઓ મક્કમ રહ્યા તેથી કાંઈ થયું નહિ. સંતોને ભય કોનો ?
પૂ. રતનબાઈ મ.ની અડગતા જોઈને આઠ કોટિ મોટી પક્ષના પૂ. મણિબાઈ મ. તથા કેશરબાઈ મ. પણ ભૂજમાં જ રહ્યા. પૂ. રતનબાઈ મ.ના વ્યાખ્યાન નિયમિત ચાલુ રહ્યા. ધર્મસમાન કોઈ રક્ષક નથી.
“જાત મહેનત ઝિંદાબાદ’ આ સૂત્રને પૂ. મહાસતીજીએ પોતાના જીવનમાં ઉતાર્યુ હતું. તેથી ગમે તેવી બિમારીમાં પણ બીજાની સેવા લેતા નહિ તથા ડોક્ટરની દવા લેતા નહિ. પોતાને જરા પણ હાય વોય નહિ. લોકોને તેમનામાં ભગવાનના દર્શન થતા. તેઓ ચોથા આરાના નમૂના જેવા હતા.
સ્કૂટરનો અકસ્માત તથા પ્રથમવાર હોસ્પીટલની મુલાકાત
વિ.સં. ૨૦૨૪ની સાલે તેઓશ્રી અમદાવાદથી લીંબડી તરફ વિહાર કરી રહ્યા હતા ત્યારે અજાણતા એક સ્કૂટરવાળાનો ધક્કો લાગવાથી પૂ. રતનબાઈ મ. પડી ગયા તથા પગનું હાડકું ભાંગી ગયું. સ્કૂટરવાળા ભાઈ પણ ભાંગી પડ્યા. ક્ષમા માગી પરંતુ મહાસતીજીએ તેને તત્ક્ષણ ક્ષમા આપી દીધી. ગાઢ કારણે મહાસતીજીને અમદાવાદ વી.એસ. હોસ્પીટલમાં દાખલ કરવા પડ્યા. એક મહિના સુધી ઉપચારો થયા પછી સારું થયું તે દરમિયાન અસંખ્ય ફોડકાઓ આદિના કારણે ભયંકર વેદના થઈ પણ મહાસતીજીએ સમભાવે સહન કરી હતી. તે વખતે ડૉ. દેસાઈ તથા ડૉ. રસિકભાઈ ગોધરાવાળાએ ખૂબ સારી સેવા બજાવી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org