________________
આ છે અણગાર અમારા
૩૯૭
શરીર થાક્યું છે માટે તપસ્યા બંધ કરો તો સારું. ૯૯ વર્ષની ઉંમરે તપસ્યા આકરી પડે.” “અરે રતનશી ! મારી ઉંમર તો સંથારો ક૨વા જેવડી છે પણ મેં અંતરાય તોડી નથી કે સંથારો કરું.” “મહાસતીજી ! આપ ક્યાં સુધી તપસ્યા કરશો ?’’ રતનશીભાઈએ પૂછયું. “થશે ત્યાં સુધી કરીશ. મને તપસ્યામાં કાંઈ ખબર પડતી નથી, બહું શાંતિ વર્તે છે અને સહેલાઈથી થાય છે, માટે કરું છું.” “મહાસતીજી! આપનામાં શારીરિક શક્તિ ક્યાં છે ?’” “ભલે શરી૨માં શક્તિ નથી પણ આત્મા તો અનંત શક્તિનો ધણી છે ને ? દેહ તો વહેલો મોડો પડવાનો છે. જે થવાનું હશે તે થશે, હું તપસ્યા નહિ છોડું.”
આ સંવાદ ઉપરથી ખ્યાલ આવી શકે છે કે પૂ. મહાસતીજી કેવા તપોમૂર્તિ હતા. “Be hard to yourself and soft to others” “પોતાના તરફ કઠોર બનો તથા બીજા તરફ કોમળ બનો.” આ સુવાક્યના ભાવને પૂ. મહાસતીજીએ અક્ષરશઃ જીવનમાં ઉતાર્યા હતા. પૂ. મહાસતીજી પોતાની જાત માટે કઠોર હતા પરંતુ બીજા તરફ અત્યંત કોમળ હતા. પોતે માંડલામાં ગોચરી કરવા પધારે ત્યારે સૌથી પહેલા નાના-મોટાં દરેક ઠાણાની ગણત્રી કરે. કોઈને ન જુએ તો તરત પૂછે કે ઓછા કેમ છે ? તેઓની તબિયત તો સારી છે ને ? કેમ નથી આવ્યા ? ઉપવાસ તો નથી ને ? એમ પૂરેપૂરી માહિતી મેળવી લેતા તથા કોઈના પાત્રામાં ઓછી ગોચરી જુએ તો કહેતા, “બચ્ચા ! પેટમાં હશે તો મગજ કામ કરશે. પોતાનું ખાધેલુ પોતાને કામ આવે. પોતાનું બળ પોતાને કામ આવે.” આવા સોનેરી સુવાક્યો મોટાભાગના સતીજીઓએ તેમની પાસેથી સાંભળ્યા હતા. તેઓશ્રી વાત્સલ્યના સાક્ષાત્ અવતાર હતા. આ વાત્સલ્ય માત્ર શિષ્યાઓ પૂરતું મર્યાદિત ન હતું, પરંતુ દર્શનાર્થીઓને પણ તેમના બાહ્ય દિદારની સાથે આપ્યંતર દિવ્ય વાત્સલ્યના દર્શન થતા હતા. અમુક બહેનોને તો મહાસતીજી ભેટી પડતા. મા જેવો વાત્સલ્ય વરસાવતા. બધાની ખબર અંતર પૂછતા. ત્રણ-ચાર પેઢીના નામ પણ યાદ હોય.
નાના સાધ્વીજીઓને ભણવામાં વિશેષ ચિત્ત રહે તેથી તપસ્યાની ના પાડતા તથા કહેતા, તમારે હજી મોટા મોટા વિહા૨ ક૨વાના છે, શાસનના કાર્યો કરવાના છે. “બેટા ! ખૂબ ભણો, ગણો, વિનય, વિવેકમાં આગળ વધો. મોટાની સેવાભક્તિ કરો અને ગુરૂણીના નામને દીપાવો.”
પૂ. મહાસતીજીની આહારમીમાંસા પોતાના તરફ તથા બીજાના તરફ કેવી હતી તે આપણને આ બધા પ્રસંગો ઉપરથી ખ્યાલ આવી શકે છે.
કોઈ દર્શનાર્થી આવે તેને અજાણી વસ્તુ ખાવાની ના પાડતા તથા પ્રતિજ્ઞા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org