________________
૨૪૨
શ્રી શામજી સ્વામી જ્ઞાનારાધના કરતા જ રહ્યા. ઘણા લોકો કહે, “મહારાજશ્રી, હવે આ બધું છોડીને આરામ કરો.” પરંતુ પૂજયશ્રીની એ જ્ઞાનપિપાસા છિપાઈ જ નહિ. છેલ્લે સુધી પુરુષાર્થ કરતા જ રહ્યા.
મોટી ઉંમર હોવા છતાં મરણશક્તિ એટલી બધી સતેજ હતી કે જ્યારે જૈન સ્વાધ્યાય મંગળમાળા ભાગ બીજાની મેટર અમદાવાદ પ્રેસમાં આગ અકસ્માતના કારણે બળી ગયેલ ત્યારે પોતાની નજર ન હોવા છતાં ફરીથી મેટર તૈયાર કરાવી. જેમાં પહેલાની જેમ લગભગ બધી જ વસ્તુઓ મેળવી લીધી.
પુસ્તક ભંડારનું પડિલેહણ શરુ કરે ત્યારે ભંડારમાં જેટલાં પુસ્તકો હોય તે પ્રમાણમાં મહિના બે મહિનાનો ગાળો જાય. એમાં ખૂબ જ ખંતથી કામ કરે. ઘણીવાર તો ગોચરી વહોરવાનો સમય ચૂકી જાય. કોઈ ગોચરી વહોરી લાવેલ હોય ત્યારે પૂજયશ્રી કહેતા કે જલદી ગોચરી વહોરી આવ્યા. ગુરુ પ્રત્યે અદ્વિતીય સમર્પણ ભાવ
પૂજ્યશ્રીનો ગુરુ મહારાજશ્રી મંગળજી સ્વામી પ્રત્યે એટલો સમર્પણ ભાવ કે પોતાનાં બનાવેલા પુસ્તકોનાં નામમાં ‘મંગળ’ શબ્દ ગોઠવી ગુરુદેવનું નામ રાખતા. તદુપરાંત ઘણી જગ્યાએ તેમણે “મંગળ જૈન પુસ્તકાલય” આવા નામે પુસ્તક ભંડારોની સ્થાપના કરી છે અને તેમાં પ્રાચીન પુસ્તકો સારા વસાવ્યાં છે.
“મારામાં જે કાંઈ છે તે ગુરુમહારાજનું જ છે, તેમની કૃપાથી જ આ બધુ મળ્યું છે.” આવી ભાવના જાગે તો જ આવો સમર્પણ ભાવ આવે. બાકી જ્યાં સ્વાર્થ હોય, સ્વ પ્રશંસાનો મોહ હોય ત્યાં સમર્પણ ભાવ આવતો નથી. અને સમર્પણ ભાવ વિના સિદ્ધિ પણ નથી.
પોહં નOિ જે ઢોર્ડ, નાદમગ્નસ #સ વિના હું એકલો છું, મારું કોઈ નથી, હું પણ કોઈનો નથી.
- પૂજ્ય સાહેબ શ્રી શામજી સ્વામીનાં સંગાથી સંતો એક પછી એક સ્વર્ગવાસ પામતા ગયા. આટલા મોટા મંડળમાંથી પોતે એકલા જ રહ્યા છતાં જ્ઞાનબળથી જાતને સમજાવી શાંતિ રાખી શક્યા. આખરે તો આ જીવ એકલો આવ્યો છે અને એકલો જ જવાનો છે.
સંવત ૨૦૧૭માં પૂજ્યશ્રી અવસ્થાના કારણે ગાદીના ધામ લીંબડીમાં સ્થિરવાસ રહ્યા. તે વખતે સંપ્રદાયના મુખી હતા શેઠ શ્રી લલ્લુભાઈ નાગરદાસ. પ્રથમ ચાતુમાર્સમાં શાંતિમૂર્તિ પૂ. શ્રી રૂપચન્દ્રજી સ્વામી, તત્ત્વજ્ઞ મ. શ્રી નવલચન્દ્રજી સ્વામી, સદ્ધક્તા મ. શ્રી કેવલચન્દ્રજી સ્વામી આદિ ઠાણાઓ તેમની સેવામાં રહ્યાં.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org