________________
આ છે અણગાર અમારા
૩૮૫ ખૂબ જ સારા હોવાથી પાંચીબાઈમાં પણ બાળપણથી જ ધર્મના સંસ્કારો ઉતર્યા હતાં. કેમ કે કૂવામાં હોય તો હવાડામાં આવે.”
આ રતાડિયા ગામ નાનું હોવા છતાં તેમાં ઘણાં સાધુ-સાધ્વીજી થયા છે.
' બધા ધર્મોનું મૂળ સત્સંગ ક્ષમા સનાં તિરે, મત મવાdવતર ની ! અર્થાત્ એક ક્ષણવારનો સત્સંગ ભવરૂપી સમુદ્રને તરવામાં નૌકાનું કામ કરે છે.
એકદા સંઘાડાના નાયિકા મહાસતીજી શ્રી કેશરબાઈ આર્યાજી તથા શ્રી વેલબાઈ આર્યાજી રતાડિયા પધાર્યા ત્યારે કુ. પાંચીબહેન તેમના સત્સંગમાં આવ્યા. તેમનામાં વિનય-વિવેક ખૂબ જ હતો તથા સ્મરણ શક્તિ અદૂભુત હતી. તેથી માત્ર આઠ જ દિવસમાં સામાયિક - પ્રતિક્રમણ કંઠસ્થ કરી લીધા હતા. આવી યાદશક્તિ કોઈક ની જ હોય છે. વિનયથી વિદ્યા આવડે તથા વિદ્યાથી વિનય વધે છે. હિતોપદેશમાં સરસ વાત છે. विद्या ददाति विनयं, विनयाद् याति पात्रतां, पात्रत्वाद्धनमाप्नोति, धनाद् धर्म તતઃ સુરમ્ | અર્થાત્ વિદ્યા વિનયને આપે છે. વિનયથી પાત્રતા પ્રગટે છે. પાત્રતાથી (જ્ઞાનરૂપી) ધન પ્રાપ્ત થાય છે. ધનથી ધર્મ અને ધર્મથી સુખ પ્રાપ્ત થાય છે. કું. પાંચીબહેનની યાદશક્તિ એટલી તીવ્ર હતી કે એકવાર વાંચવાથી તેઓ કંઠસ્થ કરી લેતા હતા.
( ૧૧૩ વર્ષ પહેલા બા.બ્ર. મહાસતીજી થયા.
તે કાળે અને તે સમયે મોટા ભાગે બહેનો નાની ઉંમરમાં વિધવા થતાં તથા પ્રાય: દીક્ષા લેતાં તેથી નાની ઉંમરની કુમારિકાઓ તો ભાગ્યે જ દીક્ષા લેતી તેવા સમયે વિ.સં. ૧૯૪૮ ની સાલે વૈશાખ વદિ-૯ ના દિવસે પોતાના માદરેવતન રતાડિયામાં જ બા.બ્ર. કુ. પાંચીબહેનની માત્ર ૧૨ વર્ષની ઉંમરે દીક્ષા થઈ. તેમનું શુભ નામ ‘બા.બ્ર. પાંચીબાઈ મહાસતીજી' રાખવામાં આવ્યું તથા તેઓશ્રી પૂ.શ્રી કેશરબાઈ મહાસતીજીના શિષ્ય થયા. સુપાત્ર શિષ્ય ઉપર હંમેશા ગુરૂની કૃપા ઉતરે છે. આટલી નાની ઉંમરમાં દીક્ષા લેનાર પાંચીબાઈ મહાસતીજી ઉપર ગુરૂણીશ્રીની ખૂબ જ કૃપા ઉતરી હતી તથા તેમની બુદ્ધિ અગાધ હતી. તેમણે બત્રીસ આગમ શાસ્ત્રો કંઠસ્થ કર્યા હતા. તેઓશ્રી તેજસ્વી, પ્રતિભાસંપન્ન તથા પ્રખર વક્તા હતા. તેમના કંઠમાં અપૂર્વ મધુરતા હતી. જેથી પ્રવચન દ્વારા તેઓશ્રી જિનશાસનની અભુત પ્રભાવના કરતા હતા. તેમના પ્રવચનમાં જૈન-જૈનેતરોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org