________________
૩૮૮
પૂ. નાના ડાહીબાઈ મહાસતીજી મહાસતીજી શ્રી લાડકુંવરબાઈ આર્યાજીમાં નમ્રતા ખૂબ જ હતી. ભાષામાં મધુરતા હતી, મિલનસાર સ્વભાવ હતો તથા સરળ આત્મા હતા તેથી સૌના દિલમાં વસી જતા હતા. તેમનામાં સેવાનો ગુણ પણ ખૂબ હતો.
‘ગુના ગામમાં, પહોંચ્યા સ્વર્ગ ધામમાં જ
મહાસતીજી શ્રી લાડકુંવરબાઈ આર્યાજીના ગુરૂ ભગવંતો પૂ. આચાર્યશ્રી ગુલાબચંદ્રજી સ્વામી, કવિવર્ય શ્રી વીરજી સ્વામી તથા ભારતભૂષણ શતાવધાની મ.શ્રી રત્નચંદ્રજી સ્વામી જેવી સમર્થ ત્રિપુટીની જન્મભૂમિ ભોરારા હતી. એ ગામમાં વિ.સં. ૨૦૦૮ ના વૈશાખ સુદ-૧૫ ને ગુરૂવારે સાંજે નવ વાગે પ્રતિક્રમણ કર્યા પછી નિત્ય નિયમ પ્રમાણે ક્ષમાપના કરી લોગસ્સની માળા ગણતા ગણતા હાર્ટનો હુમલો થયો પરંતુ તેઓશ્રી સમાધિ ભાવમાં હતા. તે જ વખતે તેઓ કાળધર્મ પામ્યા.
'આહારસંજ્ઞા વિજેતા પૂ. નાના ડાહીબાઈ મહાસતીજી
કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાનું ગુંદાલા ગામ એટલે સંત-સતીજીઓની ભૂમિ. એને તપોભૂમિ કહીએ તો પણ અતિશયોક્તિ ન કહેવાય. અજરામર સંપ્રદાયનું એક મહત્ત્વનું ક્ષેત્ર. આ ધર્મભૂમિમાં બે ડાહીબાઈ મહાસતીજી થયા. મોટા ડાહીબાઈ મ.નું જીવન ચરિત્ર આ પુસ્તકમાં છે. નાના ડાહીબાઈ મ. ગુંદાલામાં જન્મ્યા હતા. તેમની દીક્ષા પણ ગુંદાલામાં જ થઈ હતી. સાલ-સંવત આદિ ઉપલબ્ધ નથી.
રતાડિયાના વિદુષી બા.બ્ર. પાંચીબાઈ મહાસતીજીના સુશિષ્યા હતા. ૨૮ વર્ષ સુધી છાશ અને રોટલો તથા અથાણું વાપરતા. રોટલો ન મળે તો ખાખરા વાપરતા, પરંતુ ત્રણ દ્રવ્યથી વધારે ક્યારે પણ વાપરતા નહિ. “એક એક મુનિવર રસના ત્યાગી” આ ઉક્તિ એમને સારી રીતે લાગુ પડતી હતી. પ્રાયઃ વિનયનો ત્યાગ જ રાખતા. સહુને સમદષ્ટિથી તથા વાત્સલ્યભાવથી સમજાવતા. કડવા વચન તો ક્યારેય ઉચ્ચારતા નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org