________________
આ છે અણગાર અમારા
૩૮૭ વ્યાધિનો ભોગ બન્યા અને નાની ઉંમરમાં સ્વર્ગવાસ પામ્યા. માત્ર ૨૦ વર્ષની ઉંમરે વૈધવ્ય પ્રાપ્ત થતાં લીલબાઈના આઘાતનો કોઈ પાર ન રહ્યો. સંસારની ક્ષણિકતા તથા સંબંધોની અસ્થિરતા જાણીને તેઓ વૈરાગ્યવાસિત થયા. પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો; રાંડવાનો ભય ટાળ્યો રે...
મોહન પ્યારા. મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા... ખરેખર પરમાત્મા સાથે લગ્ન કરવાથી અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે તેમાં વૈધવ્યનો ભય અંશ માત્ર પણ રહેતો નથી. આ મીરાંબાઈના શબ્દો શ્રી લીલબાઈએ પોતાના જીવનમાં ઉતાર્યા.
તે સમયે મહાસતીજી શ્રી કેશરબાઈ મહાસતીજીના સંઘાડાના કચ્છમાં વિચરતા વિદુષી મહાસતીજી શ્રી વેલબાઈ આર્યાજી તથા વિદુષી સુવ્યાખ્યાની બા.બ્ર. પાંચીબાઈ આર્યાજી રતાડિયા પધાર્યા. તેમના સત્સંગથી પ્રભાવિત થઈ શ્રી લીલબાઈ તેમની સાથે ધાર્મિક અભ્યાસ કરવા માટે એક વર્ષ સુધી સાથે રહ્યા. સારો એવો અભ્યાસ કરી માતા-પિતા તથા શ્વસુર પક્ષની સંમતિ લઈ વિ.સંવત ૧૯૬૨ ના જેઠ વદિ-૨ ને સોમવારના પોતાની માતૃભૂમિ રતાડિયા મુકામે દીક્ષા લીધી હતી. તેમનું નૂતન નામ “મહાસતીજી શ્રી લાડકુંવરબાઈ આર્યાજી” રાખવામાં આવ્યુ હતું. તેઓશ્રી વિદુષી મહાસતીજીશ્રી વેલબાઈ આર્યાજીના શિષ્યા
થયા.
'અદ્ભુત સ્મરણ શક્તિ તથા મધુરપ્રકૃતિ | મહાસતીજી શ્રી લાડકુંવરબાઈ આર્યાજીની યાદશક્તિ એટલી જોરદાર હતી કે તેમણે એક વાર કોઈને જોયા હોય તો કદી પણ ભૂલતા નહિ. તેમની ભાષામાં એટલી મધુરતા હતી તથા તેઓશ્રી એટલા મિલનસાર પ્રકૃતિના હતા કે જૈનજૈનેતરો, આબાલવૃદ્ધ સૌને પ્રભાવિત કરતા તથા અનેક લોકોને મર્મ પમાડતા. પૂ. લાડકુંવરબાઈ મહાસતીજીને અન્ય મર્માવલંબીઓ પણ પોતાના ઉપકારી માનતા હતા. જૈનધર્મના દરેક ફીરકા તથા જૈનેતર સંપ્રદાયોમાં મહાસતીજી શ્રી લાડકુંવરબાઈ આર્યાજી તરફ ખૂબ જ માન હતું. દરેક પ્રત્યે સમભાવ અને સમદષ્ટિ હોવાથી તેમનો પ્રભાવ સર્વત્ર પડતો.
લઘુતાસે પ્રભુતા મીલે, પ્રભુતા સે પ્રભુ દૂર;
કીડી મીસરી ખાત હૈ, હસ્તી ફાકત ધૂર હંમેશા લધુતાથી પ્રભુતા મળે છે. પ્રભુતા (મોટા) થી પ્રભુ દૂર છે. કીડી આરામથી (ખાંડ) સાકર ખાઈ શકે છે જયારે હાથી ખાવા જાય તો ધૂળ મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org