________________
૩૯૦
પૂ. રતનબાઈ મહાસતીજી જે ભૂમિને રત્નોની ખાણ તરીકે ઓળખવામાં આવે છે તેવી ભોરારા (કચ્છ)ની ભૂમિમાં ૧૦ મુનિરત્નો તથા ૧૮ સાધ્વીરત્નો થયા છે. માત્ર 100 ઘરની વસ્તી જૈનોની જે ગામમાં તે ગામના આટલા બધા ચારિત્રાત્માઓ થયા તે ગામ શાસન માટે ગૌરવ ગણાય.
આવી પવિત્ર ધરતી ઉપર વિ.સં. ૧૯૪૪ના મહાસુદ-૫ના પૂ. મહાસતીજીનો જન્મ પુણ્યશાળી પિતા શ્રી ઊમરશી મેપાભાઈ દેઢિયા તથા મમતાળુ માતુશ્રી જેતબાઈની કુક્ષિએ થયો હતો. એકની એક લાડકી પુત્રી તરીકે જેનો જન્મ થયો તેનું શુભ નામ ભચીબાઈ ઉર્ફે રાણબાઈ પાડવામાં આવ્યું. માતાપિતામાં ધર્મના સંસ્કારો ખૂબ જ હોવાથી આ સુપુત્રીમાં પણ ધર્મના સંસ્કાર સારા ઊતર્યા હતા.
નાની ઉંમરમાં માતા-પિતાનો વિયોગ
અત્યંત લાડકોડથી જેનો ઉછેર થઈ રહ્યો હતો તેવી લાડલી સુપુત્રી ભચીબાઈ છે વર્ષની થઈ ત્યાં મમતાળુ માતાનું અવસાન થયું. પ્રેમાળ પિતા ઉપર બેવડી જવાબદારી આવી ગઈ છતાં પિતા-પુત્રી બંને એક કસોટીમાંથી પસાર થઈ રહ્યા હતા. પુત્રીને પિતાની હૂંફ મળી રહી હતી પરંતુ કુદરતને જાણે તે પણ મંજૂર ન હોય તેમ તેમની ઉંમર દશ વર્ષની થઈ ત્યારે પિતાશ્રી પણ પોતાની પ્યારી પુત્રીને કુદરતના ભરોસે મૂકી કાળધર્મ પામ્યા. રે કુદરત ! તે કેવી કસોટી કરી !
ભચીબાઈના ફેલા પોતાના ઘરે લઈ આવ્યા. તેમની આર્થિક સ્થિતિ કાંઈ સારી ન હતી પરંતુ મન મોટું હતું તેથી પ્રેમથી પોતાને ત્યાં રાખ્યા. ભચીબાઈ નાનપણમાં જ ભરત-ગુંથણ-ઓટણ આદિ કામકાજ શીખી ગયા તથા ફૈબાને ઉપયોગી થવા લાગ્યા. બે વર્ષના ટૂંકા ગાળામાં તો તેમની સુંદર ભરતકળાની ખૂબ ખૂબ પ્રશંસા થવા લાગી.
ફૈબાએ ભચીબાઈને માતા-પિતાની જરાય ખોટ સાલવા ન દીધી. તે જમાનાના રિવાજ પ્રમાણે ભચીબાઈ હજી બાર વર્ષના થયા ત્યાં વિ.સં. ૧૯૫૬ (છપ્પનિયા દુષ્કાળના વર્ષે)ની સાલે રતાડિયા (ગણેશવાલા)ના છેડા મોનજી ખીરાભાઈ સાથે તેમના લગ્ન કરવામાં આવ્યા. શ્વસુરપક્ષે ભચીબાઈનું નામ રાણબાઈ પાડ્યું. મોનજીભાઈની ભાતબજાર (મુંબઈ)માં અનાજની દુકાન હોવાથી રાણબાઈ પણ પરણ્યા પછી મુંબઈ ગયા. કરમનો કોયડો અલબેલો, હે જી એને પામવો નથી કાંઈ સહેલો. કરમનો....
આપણે બધા કોયડા ઉકેલી શકીએ પરંતુ કર્મના કોયડાને ઉકેલી શકતા નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org