________________
આ છે અણગાર અમારા
૩૮૯
'સ્વાધ્યાય એ સાધુ જીવનનો પ્રાણ છે તેઓશ્રી સદૈવ સ્વાધ્યાયમાં લીન રહેતા હતા. વાંચણીના ખૂબ જ આગ્રહી હતા. પોતે દરરોજ વાંચણી કરતા તથા શિષ્યાઓને કરાવતા તેથી સંઘાડામાં જ્ઞાનની રચિ વિશેષ રહેતી. ખરેખર જ્ઞાન વિના સર્વત્ર અંધારું છે. “Knowledge is light” જ્ઞાન એ પ્રકાશ છે. સ્વાધ્યાય થકી જ્ઞાનનો ખૂબ જ ઉઘાડ થાય છે.
'આહાર-પાણીની ગવેષણામાં સાવધાન પૂ. ડાહીબાઈ મ. આહાર-પાણીની ગવેષણામાં ખૂબ જ સાવધાન હતા. નાના ઠાણાઓને નિર્દોષ ગોચરી માટે હંમેશા પ્રેરણા આપતા તથા પાત્રામાં વધારે ગોચરી જુએ તો તરત જ ટકોર કરતા કે વહોરવામાં ખૂબ જ ધ્યાન રાખો નહિતર ગાડાના બળદ થઈને ચૂકવવું પડશે. સંયમ જીવનમાં સાવધાન નહિ રહો તો ઘોડા બનીને ગાડી ખેંચવી પડશે.
'શાસ્ત્ર-સિદ્ધાંતનો સાર સુણાવે
પૂ. મહાસતીજી શાસ્ત્ર-સિદ્ધાંતમાં બહુ ચુસ્ત હતા. વ્યાખ્યાનમાં હંમેશા શાસ્ત્ર-સિદ્ધાંતની વાતો ફરમાવતા હતા કેમકે સાચા અર્થમાં જિનવાણી એ જ છે. તેમના આચાર-વિચાર પણ ખૂબ જ કડક હતા. “કાવાર પ્રથમ ધf: ” અર્થાત્ આચાર એ પહેલો ધર્મ છે આ વાતને તેઓ સારી રીતે સમજતા હતા.
પૂ. ડાહીબાઈ મ. વિ.સં. ૨૦૦૧ની સાલે જેઠ મહિનામાં સમાઘોઘા (કચ્છ)માં સમાધિભાવે સ્વર્ગવાસ પામ્યા હતા.
'તીર્થસ્વરૂપા અપ્રમત્ત આરાધિકા પૂ. રતનબાઈ મહાસતીજી
જન્મ ધર્યા જેણે કચ્છ પ્રદેશ, ભોરારા ફુલાય; ગુલાબ-વીરને રત્નચંદ્રજી, ડુંગરશી સુહાય... ભાવ ઉમેદ ને શાંતિ ચિંતન, પ્રકાશ જ્યાં પથરાય; ભચીબાઈ કે રાણબાઈ, રતન જ્યોતિ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org