________________
આ છે અણગાર અમારા
૩૧૧ સંવત ૨૦૦૧ અમદાવાદ ચાતુર્માસમાં ૩૪ ઉપવાસનો થોક કર્યો હતો. ત્યાર પછીના વર્ષોમાં છઠ્ઠ, અઠ્ઠમ, ચોલા, અઠ્ઠાઈ આદિ તપશ્ચર્યાઓ કોઈ કોઈ ચાતુર્માસમાં કરી હતી.
આમ સંયમજીવન દરમ્યાન તેમણે વિવિધ તપશ્ચર્યા કરીને શાસનની શોભા વધારી હતી.
સાધુ તો ફિરતા ભલા... આ લોકોક્તિ પ્રમાણે ચરિત્રનાયકશ્રીએ ગુરુદેવ શ્રી રત્નચન્દ્રજી સ્વામી સાથે અલ્વર વગેરે ઘણાં ક્ષેત્રોમાં તેમણે ચાતુર્માસ કર્યા હતાં. સંવત ૧૯૮૯ના ઐતિહાસિક અજમેર સંમેલનમાં ગુરુદેવની સાથે પધાર્યા હતા. ગુરુદેવના સ્વર્ગવાસ પછી સ્વતંત્રપણે કોલ્હાપુર, થાણા તથા મુંબઈ ક્ષેત્રોમાં ઘણાં ચાતુર્માસ કર્યા હતાં. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સારો લાભ આપ્યો હતો.
પંડિત તપસ્વી શ્રી ડુંગરસિંહજી સ્વામી નિર્ભય પણ ખૂબ જ હતા. વિહાર દરમ્યાન તેમને ઘણા અનુભવો થતાં. એક વખત કોલ્હાપુર તરફ જતાં એક ઠેકાણે ઠંડીલે ગયા હતા. સાથે તેમના વિનીત શિષ્ય નરસિંહજી સ્વામી પણ હતા. રસ્તામાં એક ખાડામાં વાઘ બેઠો હતો, તેમણે નરસિંહ મહારાજને વાઘ બતાવ્યો અને કહ્યું કે મારી પાછળ ચાલ્યો આવ. વાઘ શાંતપણે બેસી રહ્યો અને તેઓશ્રી ત્યાંથી નિર્ભયતાપૂર્વક પસાર થઈ ગયા.
એક વખત એક ચિત્તો તેમની સામે ધસી આવ્યો હતો પરંતુ તેમણે રજોહરણ આગળ ધરી દીધો જેથી તે ચિત્તો તરત જ ચાલ્યો ગયો.
આવી રીતે તેમને ઘણા અનુભવો થયા.
' સરલતાના સાક્ષાત્ અવતાર)
ચરિત્રનાયકશ્રીની સરલતા તો ભારે પ્રશંસનીય, નાના-મોટા સહુની સાથે એક જ સરખો વ્યવહાર. તેઓશ્રી મિતભાષી પણ ખૂબ જ હતા. જરૂરિયાત સિવાય વધારે કાંઈ પણ બોલતા જ નહિ. અન્ય સંપ્રદાયના સંતો પણ કહેતા કે સરલતા તો ડુંગરસિંહજી મહારાજની !
તેમનું બાહ્ય વ્યક્તિત્વ ખૂબ જ આંકર્ષક હતું, બેઠા હોય તોય પ્રભાવ પડે. ગૌરવર્ણ, સુડોળ શરીર તથા પ્રમાણોપેત ઊંચાઈ વગેરેના કારણે પ્રથમ વારના દર્શનથી જ આગંતુક પ્રભાવિત થયા વિના રહે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org