________________
૩૧૪
શ્રી નવલચન્દ્રજી સ્વામી નાથાભાઈને પણ વેઠિયા તરીકે અમલદારોએ બોલાવેલા અને એક જગ્યાએ બેસાડી રાખેલ. તે વખતે નાથાભાઈએ નવકાર મહામંત્રનું સ્મરણ ચાલુ કર્યું. તેઓ કાયમ પોતાની સાથે ખિસ્સામાં માલા રાખતા હતા. તરત જ ખિસ્સામાંથી માળા કાઢી ફેરવવા લાગ્યા. માળા પૂરી થતાં પહેલાં જ પાણીથી ભરેલ માટીની હેલમાં એકદમ તિરાડ પડી અને હેલના બે વિભાગ થયા. પાણી બધું ઢોળાઈ ગયું. તે દ્રશ્ય અમલદારોએ જોયું અને તેઓને મનમાં ભય લાગ્યો કે આ તો કાંઈક કીમિયો ભણે છે તેને છોડી દો. નહિતર આપણને હેરાન કરશે. તેથી એમને તરત જ રજા આપી દીધી.
એક વખત અંજારથી ભચાઉ ગાડામાં આવતા વર્ષાઋતુ હોવાથી ચીરઈ ગામની નદીમાં પાણી આવ્યું. નદી ઊતરતાં બે કાંઠે પાણી આવેલ જેથી તણાઈ જવાય તેવી વિકટ સ્થિતિમાં પણ નવકાર મહામંત્રનું સ્મરણ કરવાથી શાંતિથી કિનારે પહોંચી આવ્યા. તેઓશ્રી હિંમતવાન અને દયાળુ સ્વભાવના પણ હતા.
એક દિવસ વાડીએ હતા ત્યારે કોસ તૂટી કૂવામાં પડ્યો. તેને કાઢવા માટે કૂવામાં ઉતરવું પડ્યું. ત્યાં તો કૂવામાં સાત સર્પોને જોયા. તે વખતે પણ હિંમત રાખી નવકારમંત્રનું સ્મરણ કરી એક પછી એક એમ સાતેય સર્પને કૂવામાંથી કાઢ્યા અને બચાવ્યા. ધન્ય છે તેમની નવકારમંત્ર ઉપરની શ્રદ્ધાને !!!
આમ જીવનમાં જ્યારે જ્યારે તેઓ આપત્તિમાં આવતા ત્યારે ત્યારે મન વચન કાયાની એકાગ્રતાથી નવકારનું સ્મરણ કરતા જેથી આવેલી મુશ્કેલીઓમાંથી પાર ઊતરતા. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ખરું જ કહ્યું છે કે -
-
ભાવાર્થ : શ્રદ્ધાવાન આત્મા જ જ્ઞાન પ્રાપ્ત કરે છે ત્યાર પછી ઈન્દ્રિયોને સંયમમાં રાખે છે. જ્ઞાન પ્રાપ્ત કરીને તે ચિર શાંતિને અર્થાત્ શાશ્વત સુખને પ્રાપ્ત કરે છે. શ્રી નાથાભાઈ નિરક્ષર હોવા છતાં કેટલું જ્ઞાન મેળવ્યું તે આગળ વાંચવાથી ખ્યાલ આવશે.
“પુણ્યશાળી આત્માનું પારણું બંધાયું”
વિ.સં. ૧૯૭૩માં અષાઢ સુદિ-૧૩ના પવિત્ર દિવસે નાથાભાઈના ધર્મપત્ની મીણાબાઈએ એક પુણ્યશાળી પુત્રને જન્મ આપ્યો. “પુત્રનાં લક્ષણ પારણામાં અને વહુના લક્ષણ બારણામાં' આ સુવિખ્યાત કહેવત પ્રમાણે પુત્રના જન્મથી જ સુલક્ષણો દેખાતાં હતાં. તેનું તેજસ્વી મૂખડું જ ગુણોની ચાડી ખાતું હતું. નાથાભાઈને સંતતિમાં આ એક જ પુત્ર હોવા છતાં ‘એકે હજારા’ જેવું હતું. લાડકોડથી માતા મીણાબાઈ પુત્રનું પાલન કરી રહ્યા હતા. “દિન દોગુના, રાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org