________________
આ છે અણગાર અમારા
૩૬૫
આવા ગુરૂ ભગવંત પૂ. પંડિત તપસ્વી ડુંગરસિંહજી સ્વામીની સાથે દોઢ વર્ષ ભણ્યા તથા સંયમ જીવનની તાલિમ લીધી. ૪૦ થોકડા, દશવૈકાલિક સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્રના થોડા અધ્યયનો, સંસ્કૃત માર્ગોપદેશિકા, સંસ્કૃત મન્દિરાંત પ્રવેશિકા, પ્રાકૃત પાઠમાળા આદિનો અભ્યાસ કર્યો. વિ.સં. ૨૦૧૦ની સાલે દીક્ષાર્થી અવસ્થામાં ગુરૂદેવની સાથે માંડવી (કચ્છ)માં ચાતુર્માસ કર્યું હતું.
વિ.સં. ૨૦૧૧, મહા સુદિ-૧૦ના બિદડા (કચ્છ)માં દીક્ષા
બિદડા સ્થા. છકોટિ જૈન સંઘ ખૂબ જ ભાવિક. શ્રી સંઘે પૂ. ગુરૂદેવ શ્રી ડુંગરસિંહજી સ્વામીને દીક્ષાર્થી નરસિંહભાઈની દીક્ષાનો લાભ બિદડામાં આપવા ખૂબ જ વિનંતી કરી. પૂ. ગુરૂદેવે તે માન્ય કરી. તે વખતે બિદડામાં છકોટિ સંઘમાં ઘણા ઘરો ખુલ્લાં હતાં. એક અઠવાડિયા સુધી દીક્ષાનો અત્યંત ઉત્સાહ હતો. દરરોજ રાત્રે પ્રસિદ્ધગાયક શ્રી રતિકુમાર વ્યાસ ધાર્મિક ગીતો, ભજનોની રમઝટ બોલાવતા હતા. તે વખતે સંઘના પ્રમુખ શ્રી વિજપાર ગોસર ગોગરી હતા. મહા સુદિ-૧૦, વિ.સં. ૨૦૧૧ની સાલે બિદડાની હાઈસ્કૂલમાં અજરામર સંયમધામમાં પૂ. ગુરૂદેવ શ્રી ડુંગરસિંહજી સ્વામીએ દીક્ષા આપી તથા નવદીક્ષિતનું નામ નરસિંહજી સ્વામી રાખવામાં આવ્યું.
વડી દીક્ષા પણ બિદડામાં જ થઈ હતી. દીક્ષા લઈને પ્રથમ ચાતુર્માસ અંજા૨માં કર્યું. ‘“વસે પુત્રુને નિશ્ચં' હંમેશા ગુરૂકુળમાં રહેવું જોઈએ . ઉત્તરાધ્યયન સૂત્રના ૧૧મા અધ્યયનના ભાવને ખૂબ જ સારી રીતે હૃદયમાં અવધાર્યાં હતા. પૂ. ગુરૂદેવની સેવામાં અહોનિશ રહીને તેમને અત્યંત શાતા ઉપજાવવા લાગ્યા.
દીક્ષા પછી શાસ્ત્રોની વાચના, સંસ્કૃત વ્યાકરણમાં હૈમ લઘુ પ્રક્રિયા, કૌમુદી, સાહિત્ય, ન્યાય આદિનો ખૂબ જ સારો અભ્યાસ કર્યો.
સુસ્વર કંઠ તથા મધુરવ્યાખ્યાન દ્વારા શાસન પ્રભાવના
પૂ. શ્રી નરસિંહજી સ્વામીનો કંઠ ખૂબ જ મધુર હતો. માટુંગા બોર્ડીંગમાં સંગીતનો અભ્યાસ ખૂબ જ સારો કર્યો હોવાથી આલાપ આદિની કળા ખૂબ જ સારી. ધાર્મિક ગીતોને સ્તવનોથી લોકો ડોલી ઊઠતા. દીક્ષા પછીનું બીજું ચાતુર્માસ લીંબડી હતું. ત્યારથી વ્યાખ્યાન આપવાની શુભ શરૂઆત કરી. ગોચરી-પાણી આદિની તમામ જવાબદારી સંભાળી લીધી હતી. મુંબઈમાં પૂ.શ્રીએ ૨૦ જેટલા ચાતુર્માસ કર્યા. થાણા સંઘની સ્થાપના તથા પ્રથમ ચાતુર્માસ પૂ. ગુરૂદેવ શ્રી
Jain Education International
સિદ્ધાંત
For Private & Personal Use Only
www.jainelibrary.org