________________
પૂ. મહાસતીજી શ્રી મોટા પુરીબાઈ આર્યાજી
પૂ. શ્રી કંકુબાઈ મ.ના ગુરૂણી મોટા જેઠીબાઈ આર્યાજી હતા. જેઠીબાઈ મ. ના ગુરૂણી ધીરજબાઈ આર્યજી હતા. ધીરજબાઈ મ.ના ગુરૂણી સમજુબાઈ મ. હતા. સમજુબાઈ મ. ના ગુરૂણી ચંદનબાઈ મ. હતા. ચંદનબાઈ મ. ના ગુરૂણી કાશીબાઈ મ. હતા તથા કાશીબાઈ મ. ના ગુરૂણી પ્રવર્તિની મ. શ્રી સુજાણબાઈ આર્યાજી હતા. જેઠીબાઈ મ. ના ગુરૂણી ધીરજબાઈ મ. સુધી પ્રવર્તિનીપદ અપાતું હતું. પછી એ પ્રથા બંધ કરવામાં આવેલ.
*
૩૭૪
૧૭ સંતોને સંયમધારી બનાવનારા પૂ. મહાસતીજી શ્રી મોટા પુરીબાઈ આર્યાજી
(જેમના નામનો સંઘાડો ચાલ્યો)
આગળના સમયમાં મહત્ત્વની ઘટનાઓ લખવાની પરંપરા ન હતી. જેના કારણે ઘણા મહાન આત્માઓના પ્રેરણાદાયી જીવનથી આપણે અજાણ છીએ. શાસનોદ્ધારક પૂ. આચાર્ય શ્રી અજરામરજી સ્વામીના જીવનના પ્રસંગો એમના કાળધર્મ પછી પૂરા ૧૦૦ વર્ષે લોકાર્પણ થયા. તેનો યશ શતાવધાની ભારતભૂષણ પૂ. રત્નચંદ્રજી સ્વામીના ફાળે જાય છે.
શતાવધાની પૂ. રત્નચંદ્રજી સ્વામીના સમર્થ ગુરૂ હતા પૂ. આચાર્ય શ્રી ગુલાબચંદ્રજી સ્વામી. આવા સુવર્ણયુગ પ્રવર્તક આચાર્ય તથા અન્ય ૧૭ આત્માઓને સંયમ લેવાની પ્રેરણા આપનારા હતા મહાસતીજી શ્રી મોટા પુરીબાઈ આર્યાજી.
પૂ. આચાર્ય શ્રી અજરામરજી સ્વામીના આજ્ઞાનુવર્તિની મુખ્ય ત્રણ સાધ્વીરત્નો થયાં. (૧) માતા મહાસતીજી કંકુબાઈ આર્યજી (૨) મહાસતીજી વાંઝીબાઈ આર્યજી (૩) મહાસતીજી રયાંબાઈ આર્યાજી. આ ત્રણે મહાસતીજીઓના નામના સંઘાડા ચાલ્યા. મહાસતીજી શ્રી રયાંબાઈ આર્યાજીના સંઘાડાના એમના શિષ્યા લક્ષ્મીબાઈ મ.ના શિષ્યા સોનબાઈ મ. ના શિષ્યા દેવબાઈ મ. ના પરિવારમાં મહાસતીજી શ્રી મોટા પુરીબાઈ આર્યાજી થયા. તેમની જન્મભૂમિ કાંડાગરા (તા. મુન્દ્રા-કચ્છ) હતી. પૂ. આચાર્ય શ્રી અજરામરજી સ્વામીના સુશિષ્યો દેઢિયા પરિવારના પૂ. નાગજી સ્વામી તથા પૂ. આચાર્ય દેવરાજજી સ્વામી (પિતા-પુત્ર)ની જન્મભૂમિ પણ કાંડાગરા હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org