________________
આ છે અણગાર અમારા
૩૮૧
કરી કેટલાયને સંયમપથના પથિક બનાવ્યા... કેટલાયને દેશવિરતિધારી બનાવ્યા... કેટલાય બ્રહ્મચારી બન્યા તો કેટલાય સમક્તિમાં દ્રઢ બન્યા.
પૂજ્યશ્રીના જીવન નંદનવનમાં મહેકતા અનેક ગુણપુષ્પો માંહેનું એક સુરભિ સુમન હતું વાત્સલ્યતાનું
૧૧ વર્ષની નાની વયે સંયમ ગ્રહણ કરનાર દિવાળીબાઈ મહાસતીજી વિહાર કરતાં (૨) લાકડીઆ નદી ઉતરતા વચ્ચે થાકી ગયા... ત્યારે પૂ. કુંવરબાઈ મ.ના. હૃદયમાં બાલસંયમી પ્રત્યેનો વાત્સલ્યભાવ ઉછળતાં એમને પોતાના ખભે ઉપાડી આખો વિહાર કરાવ્યો. એ જ દિવાળીબાઈ મ.નાના બે ઠાણા સાથે ત્રંબોમાં ચાતુર્માસ બિરાજિત હતા ત્યારે અચાનક પૂ. દિવાળીબાઈ મ. નું. આયુષ્ય પૂર્ણ થતા બન્ને નાના ઠાણાને આશ્વાસન આપવા લાકડીઆથી ઉગ્ર વિહાર કરી એક જ દિવસમાં ત્રંબો પધારી સ્નેહાળ હૃદયથી બન્ને નાના સાધ્વીશ્રીને સ્વસ્થ કર્યા.
પૂજ્યશ્રીના દિલની દિલાવરતાને વાત્સલ્યતા એમના જ સંઘાડા પૂરતી ન રહેતા સર્વ સંત-સતીજી પ્રત્યે હતી.
માંડવીમાં પૂ. દયાકુંવરબાઈ એકલા હતા ત્યારે પૂજ્યશ્રીએ એમને - હેમકુંવરબાઈ મ.- એવું નૂતન નામ આપી પોતાની નિશ્રામાં રાખ્યા... એ જ રીતે અન્ય સંઘાડાના પૂ. સુંદરબાઈ મ. પણ એકલા હતા, એમને પણ પોતાની પાસે રાખી અંતિમ સમય સુધી વૈયાવચ્ચ ભક્તિ કરી.
વિશાલતા અને ઉદારતાની સાથે નીડરતાનો ગુણ પણ એમના જીવનમાં મહેંકી રહ્યો હતો.. મોટા સાધુઓને પણ ટકોર કરી સંયમજીવનમાં દ્રઢ કરતાં... એટલે કહી શકાય કે, તેઓ સ્ત્રીવેદ બાંધીને આવેલા હોવાથી સાધ્વીનો અવતાર મળ્યો બાકી તેમનો પુરુષાર્થ, તેમની અજોડ શક્તિ, તેમનું આત્મબળ મહાન આચાર્ય જેવું હતું.
વાગડ વિસ્તારમાં બહુસૂત્રી કુંવરબાઈ મહાસતીજીનું વિચરણ વિશેષ થતું તેથી સમસ્ત વાગડ વિસ્તારમાં ધર્મની જાગૃતિ વિશેષ આવી. તેઓશ્રી વાગડના સિંહણ કહેવાતા તથા એમનો સંઘાડો ‘વાગડવાળો સંઘાડો' એવી રીતે ઓળખાતો હતો. આજે પણ ૯૦ માંથી ૮૧ જેટલા ઠાણા વાગડના છે.
પ્રમાદની પથારી તો એમણે જાણે સંકેલી લીધી હતી.. છેલ્લે શારીરિક અસ્વસ્થતા થતાં લાકડીઆ ગામે આઠ વર્ષ અને ભચાઉ ગામે બે વર્ષ સ્થિ૨વાસ રહ્યા... ત્યારે પણ અપ્રમત્ત રહી સતત સ્વાધ્યાયમાં રત રહેતાં.. છેલ્લે એમની દૃષ્ટિ પણ ગઈ હતી છતાં એ વ્યાખ્યાન કદી છોડતાં નહી કારણ અશાતાના ઉદયમાં આર્તધ્યાનને બદલે અનુપ્રેક્ષા કળા કેળવેલી હતી. સવાર-સાંજ બે ટાઈમ જ ગોચરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org