________________
૩૮૨
પૂ. મણીબાઈ મહાસતીજી
વાપરતા... પોતે નાની-નાની તુંબડી રાખતા અને ઘેર-ઘેર પ્રાસુક ધોવણ પાણીની ગવેષણા કરતાં.
લાકડિયાના ધર્મવીર પાલાશાએ ૧૦૦ વર્ષની આસપાસની ઉંમર ભોગવી. મહાસતીજી શ્રી કુંવરબાઈ આર્યજી પાસે તેમણે સંથારાના પચ્ચક્ખાણ કર્યા હતા. ધર્મના માટે પ્રાણનો ભોગ દેવા સુધીની તૈયારીવાળા શ્રી પાલાશા એક ઐતિહાસિક સુશ્રાવક થઈ ગયા.
એવા એ ઉચ્ચ કોટિના સંયમ સાધિકાએ પોતાની સંયમયાત્રામાં ઘણા જીવોને તારી પ્રતિબોધી પ્રવજ્યના પંથી બનાવ્યા. એમની અસીમ કૃપાથી પૂ. ઝવેરબાઈ મ. ના પરીવારમાં ૯૭ શિષ્યા રત્નો શાસન પ્રભાવના કરી રહ્યાં છે. એવા તો અનેક ગુણોના ધારક, શાસન દિવાકર પૂજ્યશ્રી માટે એટલું જ કહી શકાય કે,
એક આસમાને તારા છે અનેક-અનેક, એક જળ ફુવારે ધારા છે અનેક-અનેક, એક ઉપવને કયારા છે... અનેક-અનેક, કુંવરગુરુણીના ગુણ માળાના પારા છે અનેક-અનેક
એવા એ મહાન તેજસ્વી સિતારા, લીંબડી અજરામર સંપ્રદાયના એક સિંહણ સમ સાધ્વી રત્ને એ પોતાનું ૯૨ વર્ષનું આયુ પૂર્ણ કરી વિ.સં. ૨૦૧૧, ફાગણ સુદ પૂનમના દિવસે મંગળવારે ભચાઉ મુકામે સકલ સંઘને ખમાવી, ચાર શરણા ગ્રહી, સમાધિપૂર્વક આ અવનિ પરથી વિદાય લીધી... પૃથ્વીનો ભોમિયો... અગોચર વિશ્વમાં વિલિન થઈ ગયો....
વંદના-અભિવંદના... પૂ. ગુરૂણીશ્રી કુંવરબાઈ મહા. ના ચરણોમાં
* * *
સંઘાડાના શિરમોર મહાસતીજીશ્રી મોટા મણીબાઈ મહાસતી (બિદડાવાળા)
સૌરાષ્ટ્રની કીર્તિ કથામાં ભાગ લેનાર કચ્છ દેશની કીર્તિ કથાઓ આજે પણ કવિ અને કથાકારોનું વિપુલ કંઠાભરણ સાહિત્ય બન્યું છે. સાધુભક્તોની પ્રસવભૂમિ કચ્છમાંથી આર્ય, વૈદિક અને જૈન ત્યાગી મહાત્માઓ ભારતને પ્રાપ્ત થયા છે....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org