________________
૩૮૦
પૂ. કુંવરબાઈ મહાસતીજી જોડાયા... શ્વસુર ગૃહે પોતાની કર્તવ્યદક્ષતા - વાત્સલ્યતા-નમ્રતાના ગુણોથી સહુને પોતાના બનાવી લીધા.. પણ... કાળનો ક્રૂર પંજો એમના સુખ પર ફરી વળ્યો... માત્ર બે જ વર્ષમાં વૈધવ્ય લમણે ઝીંકાયું... સર્વસ્વ છીનવાઈ જતાં કુંવરબેનનું મન ભ્રમિત થયું. આર્તધ્યાને જાળ બિછાવી પણ સંસારની અસારતા સમજાતાં કુંવરબેન અંતર્મુખી બન્યાં. હૃદય વૈરાગ્યના રંગે રંગાયું.
સંસારનું સૌભાગ્ય છીનવાઈ ગયા પછી સર્વજ્ઞના માર્ગે સાધનાનું સૌભાગ્ય પ્રાપ્ત કરવા વેજબાઈ મહા. નું શરણું સ્વીકારી વિ.સં. ૧૯૩૯, ચૈત્ર વદ ૪ ના ચારિત્ર ચુંદડી ઓઢી મોક્ષમાર્ગના રાહી બન્યા. તન-મન-જીવન ગુરૂચરણે સમર્પિત કરી મોક્ષની રાહે પોતાના કદમ આગળને આગળ વધારતા રહ્યા. બુદ્ધિની શીઘ્રતાથી સુત્તાગમે અને અત્યાગનો સારો વિકાસ કર્યો.... બત્રીસ આગમનું રહસ્ય એમને હૃદયસ્થ હતું. ગુરૂકૃપાથી કોઈપણ સાધકની સૂત્ર-શંકાનું તે શાસ્ત્રના જ દાખલા-દષ્ટાંતથી સમાધાન કરી દેતા અને તેથી જ ચતુર્વિધ સંઘે એમને બહુસૂત્રી ના બિરૂદથી વિભૂષિત કર્યા...
સમ્યગ્દર્શનની એટલી અટલ શ્રદ્ધા કે પોતાના જોરદાર વક્તવ્યથી સત્યધર્મની પ્રરૂપણાં કરતાં.... પ્રામાનુગ્રામ વિચરણ કરી અનેક વૈષ્ણવોને જૈન ધર્મી બનાવ્યા. શાસ્ત્રની શ્રદ્ધા સાથે ગુરૂ-ભક્તિ પણ રગરગમાં વ્યાપેલી હતી. એ સમય દરમ્યાન વણોઈ ગામના શ્રાવકો આઠ કોટી સતીના કહેવામાં આવી જતાં... આઠ કોટીના મુનિ અને સાધ્વીશ્રીની ગુરુધારણા કરી, ત્યારે લકીરના ફકીર ન બનતાં કુંવરબાઈ મ.એ. ક્રાંતિની મશાલ હાથ ધરી... અનેક વિરોધોની વચ્ચે રહી જનમાનસનું પરિવર્તન કરવું એ સરલ કાર્ય ન હતું પણ કુંવરબાઈ મ.એ આ ભગીરથ કામ હાથ ધર્યું. સંકલ્પ ને તોડી શકે તાકાત કોની? અમ સાથે ગમ જોડી શકે તાકાત કોની?
અમે પરપોટા કોમળ છીએ કિન્તુ, કોઈ તો ફોડી શકે તાકાત કોની? વણોઈમાં સમગ્ર વાગડ પ્રાંતના ધુરંધર શ્રાવકોને બોલાવી આઠ કોટીની ગુરૂધારણા વોસરાવી, અજરામરજી ગુરૂની ધારણા કરાવી છ કોટીના દ્રઢ શ્રાવક બનાવ્યા.. આજે આપણે દાદાગુરુ શ્રી અજરામરજી સ્વામીના જો ભક્ત હોઈએ તો એનો સંપૂર્ણ શ્રેય પૂ. શ્રી કુંવરબાઈ મહાસતીજીના ફાળે જાય છે.... આવા ભગીરથ કાર્યને નિરખી લોક જનતાએ એમને ‘વાગડ ના સિંહણ' વિશેષણથી નવાજયા.
પૂ. મહાસતીજી પાસે વીરવાણીના પ્રચારની અજોડ શક્તિની સાથે આચાર પણ એટલો ઉચ્ચકોટિનો હતો કે, સંગમાં આવનાર વ્યક્તિ ભક્તિ રંગે રંગાયા 2012 Re el... Simple living and high thinking... 2415 h Bulsad
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org