________________
આ છે અણગાર અમારા
૩૭૯
ભાદરવા સુદિ-૧૫ ના વ્યાખ્યાન બાદ તપસ્વી ગુરૂદેવ શ્રી, પૂ. ડાહીબાઈ મહાસતીજીને માંગલિક સંભળાવી અન્ય અસ્વસ્થ ભાઈ-બહેનોને દર્શન દેવા પધાર્યા. પાછળ થોડી જ વારમાં પૂ. શ્રી ડાહીબાઈ મહાસતીજીને તકલીફ વધી. સર્વ જીવોને ખમાવી સમાધિભાવે નવકાર મહામંત્રનું સ્મરણ કરતાં કરતાં કાળધર્મ પામ્યા. સ્થાનકવાસી - દેરાવાસી સર્વે ભાવિકોએ સાથે મળીને મૃત્યુ મહોત્સવ ઉજવ્યો.
પૂ. શ્રી ડાહીબાઈ મહાસતીજી વિ.સં. ૧૯૭૪, ભાદરવા સુદિ-૧૫ ના માંડવીમાં કાળધર્મ પામ્યા ત્યારથી સંઘાડાની જવાબદારી પૂ. જીવીબાઈ મહાસતીજી ઉપર આવી પડી. તેઓશ્રીએ ખૂબ જ સારી રીતે સંઘાડાની જવાબદારી ઉપાડી.
'સંઘાડાના શિરોમણિ બહુસૂત્રી, વાગડના સિંહણ પૂ. કુંવરબાઈ મહાસતીજી
ધાર્મિક, નૈતિક, સામાજિક, શૈક્ષણિક અને આધ્યાત્મિક ક્ષેત્રે આગળ ધપેલા અનેક નરરત્નો અને વીરાંગનાઓને જન્મ આપનારી મહાન ધર્મભૂમિ કચ્છ દેશ એટલે આધ્યાત્મિક સંસ્કૃતિનું શિરમોર... આ કચ્છની ભૂમિ છે... મેકણ દાદા જેવા ઓલિયા ફકીર તેમ જ જૈન ધર્મના સર્વોત્કૃષ્ટ સંતોને જન્મ આપનારી આધ્યાત્મિક ભૂમિ... જગડુશાહ જેવા દાનવીર સજ્જનોની ભેટ આપનારી ઉદાર ભૂમિ... સમય આવે રણભૂમિ પર શૂરવીર થઈ જીવન ફના કરી દેનારા વીરપુરૂષોની વીરભૂમિ... માટીમાંથી સોનું નિપજાવનાર મહેનતુ નરપુંગવોની ભૂમિ... સેવા-સાદગી-સરલતા-ઉદારતા-નમ્રતા-વીરતા-ધીરતા-ગંભીરતા-વિદ્વત્તા આ ભૂમિના વાયુ મંડળના અણુ-અણુમાં વ્યાપ્ત છે.
એવી આ ધીંગી ધરાના વાગડ પ્રાંતમાં વિ.સ. ૧૯૧૯ ના શુભ દિને ઉદારદિલ સુશ્રાવક પિતા ગોવરભાઈ, શીલવંતા માતા પૂરીબાઈની કુક્ષિએ શિવ બનવા સર્જાયેલા કુંવરબેનનો મંગલ મુહૂર્ત ગડા ગોત્રમાં શિવલખા ગામમાં જન્મ થયો... સ્વરૂપવંતી કાયા, તેજસ્વી વ્યક્તિત્વ, કંઠમાધુર્ય... જન્મથી મળેલ કુદરતી બક્ષિસ જનમનને આકર્ષિત કરતી.
૧૫ વર્ષની નાની વયે લાકડીયા ગામે નીસર પરીવારમાં લગ્ન ગ્રંથિથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org