________________
આ છે અણગાર અમારા
૩૭૩ પૂ. યુગપ્રધાન આચાર્યદેવ શ્રી ધર્મદાસજી સ્વામીના પટ્ટધર સુશિષ્ય પૂ. આચાર્ય શ્રી મૂલચંદજી સ્વામીના સંઘાડાના પૂ. હીરાજી સ્વામી તથા પૂ. કાનજી સ્વામી આદિ ગુરૂભગવંતો તથા મહાસતીજી શ્રી જેઠીબાઈ આર્યાજી આદિ ઠાણાઓના સત્સંગથી શ્રી કંકુબાઈના ધર્મના સંસ્કારો વિશેષ દઢ થયા. તેઓશ્રી નિયમિત સામાયિક-પ્રતિક્રમણ આદિની આરાધના કરતા.
સૌથી નાના સુપુત્ર આણંદકુમારને પણ ધર્મના સંસ્કારો આપતા. એમના પતિના અવસાન પછી એમના અન્ય સંતાનો પોતાના મોસાળમાં વધારે રહેતા હતા. શ્રી આણંદકુમાર પાંચ વર્ષના થયા ત્યારે એકદા મૂશળધાર વરસાદ ચોમાસામાં વરસ્યો. કંકુબાઈ ચિંતામાં પડી ગયા કે આજે મારું પ્રતિક્રમણ નહિ થાય.
પાંચ વર્ષના સુપુત્રે કહ્યું, “મા! શેની ચિંતા સતાવે છે?" માતાએ પ્રતિક્રમણની વાત કરી ત્યારે આણંદકુમાર કહે, “બેસી જા, હું પ્રતિક્રમણ કરાવું છું.' એમ કહીને માતા-પુત્ર સામાયિક લઈને બેઠા તથા પાંચ વર્ષના સુપુત્રે વિધિ સહિત પ્રતિક્રમણ કરાવી દીધું. ત્યારે કંકુબાઈ સાનંદાશ્ચર્ય પામ્યા. એમને થયું કે મારી ભાવના ચોક્કસ ફળીભૂત થશે. મારો સુપુત્ર શાસનને અજવાળશે. “નાસ્તિ માતૃસનો ગુર: ' મા સમાન કોઈ ગુરૂ નથી. આ ઉક્તિને માતા કંકુબાઈએ અક્ષરશઃ સાચી સાબિત કરી. પોતે ગુરૂ બનીને આણંદકુમારને ધર્મના સંસ્કારો આપવા લાગ્યા તથા તે નવ વર્ષનો થયો ત્યારે ગોંડલમાં બિરાજતા પૂ. હીરજી સ્વામી તથા પૂ. શ્રી કાનજી સ્વામી પાસે અભ્યાસ કરવા લાગ્યા. સં. ૧૮૧૮નું ગોંડલનું ચાતુર્માસ પૂર્ણ થયા પછી દીક્ષાની તૈયારીઓ થવા લાગી. ગોંડલ સંઘની વિનંતી ગોંડલમાં જ દીક્ષા કરવાની થઈ. તે વખતે બૃહદ્ ગુજરાતના (ખંભાત તથા દરિયાપુરી સંપ્રદાયને બાદ કરતા) બધા સંપ્રદાયો એક હતા તથા “પૂજય શ્રી મૂલચંદજી સ્વામીનો સંઘાડો” એ નામથી ઓળખાતા હતા. તે વખતે સાધુજીની સંખ્યા પ૬ તથા સાધ્વીજી ૮૪ હતા. ત્યારે ચાતુર્માસના ક્ષેત્રો માત્ર ૩૨ હતા.
વિ.સં. ૧૮૧૯ મહા સુદ-૫ના પવિત્ર દિવસે માતા કંકુબાઈ તથા સુપુત્ર આણંદકુમારની ગોંડલ મુકામે દીક્ષા થઈ. પૂ. દાદા-ગુરૂ શ્રી હીરાજી સ્વામીએ દીક્ષાનો પાઠ ભણાવ્યો તથા નૂતન નામ નવદીક્ષિત અજરામરજી સ્વામી રાખી પોતાના સુશિષ્ય શ્રી કાનજી સ્વામીને શિષ્ય તરીકે સોંપ્યા તથા કંકુબાઈ મહાસતીજીને પૂ. જેઠીબાઈ મહાસતીજીને શિષ્યા તરીકે સોંપ્યા.
પૂ. કંકુબાઈ મ. ના કાળધર્મ આદિની વિગત ઉપલબ્ધ નથી. તેમના પરિવારમાં અજરામર સંપ્રદાયના મોટા ચંદનબાઈ મ. આદિ ઠાણોઓ તથા ગોપાલ સંપ્રદાયના સર્વે મહાસતીજીઓ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org