________________
આ છે અણગાર અમારા
૩૭૫
૧૭ જેટલા સાધુ મુનિરાજોને સંયમ લેવાના ભાવ જગાડનાર મહાસતીજી શ્રી મોટા પુરીબાઈ આર્યાજી એક ઐતિહાસિક મહાસતીજી ગણાય. જેમના માટે આપણે ગૌરવ લઈ શકીએ.
એમના નામનો સંઘાડો ચાલતો હતો. જો કે હાલમાં એમના સંઘાડામાં કોઈ મહાસતીજી નથી.
પૂ. પુરીબાઈ મહાસતીજી ભો૨ા૨ામાં કાળધર્મ પામ્યા હતા. પૂ. ગુલાબચંદ્રજી સ્વામીના બહેન મૂળીબાઈ મ. આદિ ઘણા શિષ્યાઓ એમના થયા
હતા.
*
લાકડિયા છ કોટિ જૈન સંઘના ઉદ્ધારક તથા પરિવારને ધર્મના માર્ગે વાળનાર સમતાશીલ મૃગાબાઈ મહાસતીજી
પૂ. મહાસતીજી મૃગાબાઈ આર્યાજી કચ્છ-ગુંદાલા ગામના હતા. તેમણે પૂ. પ્રભાવશાળી આચાર્યદેવ શ્રી દેવજી સ્વામીની નિશ્રામાં પતિદેવ જેચંદભાઈ તથા પુત્ર જીવણકુમાર સાથે કચ્છ માંડવી મુકામે વિ.સં. ૧૯૦૩ના મહાવિદ-૭ના શુભ દિવસે દીક્ષા લીધી હતી. તેઓ વિશા ઓસવાળ જૈન જ્ઞાતિના હતા. પૂ. જેચંદજી સ્વામી તથા પૂ. જીવણજી સ્વામી, પૂ. દેવજી સ્વામીના શિષ્યો થયા તથા મૃગાબાઈ મહાસતીજી, પૂ. વાંછીબાઈ આર્યાજીના શિષ્યા મહા. નાનબાઈ આર્યાજી, તેમના પરિવારના રૂપબાઈ મ.ના શિષ્યા ચંપાબાઈ મ.ના શિષ્યા થયા. મૃગાબાઈ મ.ના શિષ્યા શામબાઈ આર્યાજી થયા. તેણે વિ.સં. ૧૯૨૧ની સાલમાં દીક્ષા લીધી હતી. નાનબાઈ મ. પણ તેમના શિષ્યા થયા.
વિ.સં. ૧૯૨૬ની સાલે લાકડિયામાં ધર્મસ્થાનક ન હતું પરંતુ ૫૦૦ જેટલા વિશા ઓસવાળ જૈનોના ઘર હોવાથી ધર્મવીર પાલાશાને ધર્મસ્થાનક બનાવવાનો વિચાર આવ્યો. તે વખતમાં સર્વે ઓસવાળો ખેતીવાડી કરતા હોવાથી ધર્મની જાગૃતિ બહુ જ ઓછી હતી.
સં. ૧૯૨૬, ચૈત્ર સુદિ-૧ના પૂ. મૃગાબાઈ મ., શામબાઈ મ. તથા નાનબાઈ મ. ઠાણા-૩ પહેલીવાર લાકડિયા પધાર્યા તથા દશા શ્રીમાળી જૈન સુશ્રાવિકાશ્રી રંગબાઈ ભવાનભાઈ શેઠના નિર્દોષ મકાનમાં ઉતર્યા. નિયમિત વ્યાખ્યાનની ધારાથી ભાવિકો સારી સંખ્યામાં લાભ લેવા લાગ્યા. મહાસતીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org