________________
૩૭૬
પૂ. મુગાબાઈ મહાસતીજી શેષકાળ પૂરતા જ પધાર્યા હતા, પરંતુ વૈશાખ મહિનામાં શ્રી મૃગાબાઈ આર્યાજીને સ્તન પાકવાનો રોગ થયો. શારીરિક શક્તિ દિન-પ્રતિદીન ક્ષીણ થવા લાગી. ચાતુર્માસનો સમય નજીક આવી પહોંચ્યો. વરસાદ ખૂબ વરસ્યો તેથી ચારેબાજુ વનરાજી ખીલી ઊઠી. વિહાર કરવા જેવી પરિસ્થિતિ ન હતી. અત્યાર સુધી લાકડિયામાં સ્થાનકવાસીમાં ચાતુર્માસ થયા ન હતા. તે સમયમાં કટ્ટરતા બહુ હતી તેથી મૂર્તિપૂજક વેપારીઓ ચાતુર્માસ કરવા દે તેમ ન હતું. ગામમાં તેમનું ચલણ વિશેષ હોવાથી બધા તેમનું જ સાંભળે છતાં પલાશા આદિ શ્રાવકો મક્કમ હતા. જે શ્રાવકે ઉતરવા માટે જગ્યા આપી હતી તેને પેલા વિરોધીઓએ ધમકી આપી કે જો તમે મહાસતીજીને વિહાર નહિ કરાવો તો તમને નાતમાંથી બહાર મૂકશું તથા તમારી સાથેનો બધો જ વ્યવહાર કટ થઈ જશે. રંગબાઈ શ્રાવિકાને બહુ દુઃખ લાગ્યું પણ તેઓ લાચાર હતા.
પૂ. મૃગાબાઈ મ. ને જ્યારે ખબર પડી ત્યારે તેમણે પાલાશા, કરમશી સાવલા તથા શવાશાને વાત કરી.
પાલાશાએ ૫૦ જણા સાથે વેપારીઓને કહી દીધું કે મહાસતીજી અહીં જ ચોમાસું કરશે તેમાં કોઈનું નહિ ચાલે. તેઓ બધા પાલાશાને મારવા દોડ્યા પણ પાલાશા એકલાએ બધાને લાકડી ફેરવીને ભગાડી દીધા. સાચું જ કહ્યું છે કે, “બાકર બચ્ચા લાખ, લાખે બિચારા; સિંહણ બચ્ચું એક, એકે હજારા,
આખરે ત્રિપુટી શ્રાવકોએ ખેરાજ ભોપાની જગ્યામાં મહાસતીજીને ચાતુર્માસ રાખ્યા. મહાસતીજીને વિહાર કરાવવાના અનેક પ્રયત્નો તે વ્યાપારીઓ કરવા લાગ્યા પણ તેઓ ફાવ્યા નહિ. અન્યાય ક્યાં સુધી ચાલે ? એમનું ધાર્યું થયું નહિ તેથી ઉચાળા ભરીને અન્યત્ર ચાલ્યા ગયા પણ એમનું ધાર્યું થયું નહિ.
પૂ. મૃગાબાઈ મ. આદિ ઠાણા-૩ લાકડિયામાં જ ચાતુર્માસ રહ્યા તથા શરીરના કારણે ચાતુર્માસ પછી પણ ત્યાં જ રહ્યા. પ્રતિદિન એમનો વ્યાધિ વધતો ગયો. પાલાશા આદિ શ્રાવકોએ ખૂબ જ સેવા કરી પરંતુ બિમારી દૂર ન થવાથી તેમણે સંપૂર્ણ સમતાની સાથે આજીવન અનશન સ્વીકાર્યું અને સમાધિભાવે સંવત ૧૯૨૭ ચૈત્ર વદિ-૪ના દિવસે સર્વ જીવોને ખમાવી સમાધિ ભાવે સ્વર્ગવાસ પામ્યા. લાકડિયામાં આવો પ્રસંગ પ્રથમવાર હતો. શ્રાવકોએ પોતાના ઉપકારી ગુરૂણીનો મૃત્યુ મહોત્સવ ઉજવ્યો.
ત્યારથી અત્યાર સુધી લાકડિયાના સ્થાનકવાસી જૈનો આખા ગામમાં ચૈત્ર વદિ-૮ના પર્યુષણ જેવી પાખી પાળે છે. ઉપકારીના ઉપકારને કેમ ભૂલી શકાય?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org