________________
૩૭૦
શ્રી નરસિંહજી સ્વામી
'વિવિધ ભાષાઓનું જ્ઞાન તથા નિરોગી શરીર પૂ. સાહેબને ગુજરાતી, હિન્દી, મરાઠી, સંસ્કૃત, પ્રાકૃત, અંગ્રેજી આદિ ભાષાઓનું જ્ઞાન પણ ખૂબ જ છે. મરાઠી અને હિન્દીમાં ગુજરાતીની જેમ જે પ્રવચન આપી શકે છે. ૮૭ વર્ષની ઉંમરે પણ વ્યાખ્યાન આપવાની શક્તિ ધરાવે છે. બધી જ ઈન્દ્રીયો પરિપૂર્ણ છે. કોઈ પણ જાતના મોટા રોગો જેવા કે ડાયાબીટીશ, હાર્ટ, બી.પી. આદિ કાંઈ જ નથી. પૂ. ગુરૂદેવની સેવા કરીને તેમને જે શાતા પમાડેલી તેના ફળ સ્વરૂપે પોતે શાતા ભોગવી રહ્યા છે તથા પોતાના એક પણ શિષ્ય નહિ હોવા છતાં બધા મુનિવરો તેમને ગુરૂદેવની જેમ જ માને છે તથા શાતા ઉપજાવે છે.
ઋજુતા દયે વસી, નમ્રતા મનમાં ધરી
તીર્થંકર પરમાત્મા શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીએ ઉત્તરાધ્યયન સૂત્રના ત્રીજા અધ્યયનમાં ફરમાવ્યું છે કે જેનામાં સરળતા છે તેની જ શુદ્ધિ થાય છે. એવા શુદ્ધ થયેલા હૃદયમાં જ ધર્મ ટકે છે. અગ્નિમાં ઘી હોમવામાં આવે તો એની જવાળા ઉપર જાય છે તેમ સરળદયી આત્મા સીધો ઋજુગતિએ મોક્ષમાં જાય છે.
આવી જ સરળતાના સ્વામી પૂ. સાહેબ શ્રી નરસિંહજી સ્વામી છે. તેઓ પૂજય સાહેબની પદવી (ગાદીપતિની પદવી) ધરાવતા હોવા છતાં વિનમ્ર થઈને રહે છે. સાધુ જીવનના પાયાના આ બે ગુણો સરળતા અને નમ્રતાને તેમણે ખૂબ જ સારી રીતે આત્મસાત કરેલા છે.
પૂજ્ય સાહેબનો પુણ્યપ્રતાપ તથા યશનામ કર્મનો ઉદય
૫. સાહેબ શ્રી નરસિંહજી સ્વામી ગાદીએ બિરાજયા પછી પૂ. શાસનોદ્ધારક આચાર્યદેવ શ્રી અજરામરજી સ્વામીનો દ્વિશતાબ્દિ પટ્ટોત્સવ પૂ. ભાવચંદ્રજી સ્વામી તથા પૂ. ભાસ્કર સ્વામીની પ્રેરણાથી લીંબડીમાં ઉજવાયો હતો, જેમાં ૨૦૦ થી વધારે વર્ષીતપ તથા અનેકવિધ અન્ય આરાધનાઓ થઈ હતી. એ જ રીતે પૂ. શાસનસમ્રાટ આચાર્ય શ્રી અજરામરજી સ્વામીનો સાર્ધ દ્વિશતાબ્દિ જન્મોત્સવ અત્યંત ભવ્યતાથી અંધેરી-મુંબઈમાં ઉજવાયો તેમાં ૩૧૦૦ જેટલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org