________________
આ છે અણગાર અમારા
૩૬૩
( વર્તમાન ગાદીપતિ પૂ. સાહેબ શ્રી નરસિંહજી સ્વામી)
જન્મભૂમિનુ ગૌરવ છ કોટિ જૈન લીંબડી અજરામર સંપ્રદાયનું મોટામાં મોટું ક્ષેત્ર એટલે લાકડિયા, કચ્છી વિશા ઓસવાળના પર, ૪ર તથા ૨૪ ગામોમાં સૌથી મોટું ગામ લાકડિયા. જયાં અત્યારે પણ ૩૦૦ ઘર વિશા ઓસવાળ જૈનોના છે. જે ગામમાંથી માત્ર અજરામર સંપ્રદાયમાં ૧૦ મુનિવરો તથા ૫૦ જેટલા સાધ્વીજી થયા, એવું વીર ક્ષેત્ર એટલે લાકડિયા. ધર્મવીર પાલાશા જેવા શૂરવીરને ધીર પુરૂષની જન્મભૂમિ પણ લાકડિયા. વાગડના વિશા ઓસવાળ જ્ઞાતિના પ્રથમ ધારાસભ્ય મોતીલાલ લખમણ દેઢિયા, પ્રથમ નાણાપ્રધાન બાબુલાલ મેઘજી શાહ, પ્રથમ જિલ્લા પંચાયત પ્રમુખ કુ. જાગૃતિ બાબુલાલ મેઘજી શાહ આદિની જન્મભૂમિ પણ લાકડિયા છે. મોટા દાનવીરો પણ લાકડિયાના જ છે. “નવલ ગુરૂકુળ”ના મુખ્ય દાતા પણ લાકડિયાના જ છે.
એવા વીરક્ષેત્ર લાકડિયામાં પૂ. સાહેબ શ્રી નરસિંહજી સ્વામીનો જન્મ વિ.સં. ૧૯૭૪, આસો સુદ-૫ના શુભ દિવસે પિતા શ્રી સામતભાઈ ભારમલભાઈ સાવલા તથા માતુશ્રી કામલબહેનની કુક્ષિએ થયો હતો. પૂ.શ્રીનું બાલપણનું નામ પણ નરસિંહ હતું. મોટા ભાઈનું નામ ગેલાભાઈ હતું. ત્રણ બહેનો હતા. (૧) ભચીબહેન (૨) માનુબહેન (૩) મોંઘીબહેન. પૂ.શ્રીનું મોસાળ ઘાણીથરમાં હતું. રાજા આસા ગાલા તેમના નાના બાપા હતા. નાની માનું નામ ખેતબહેન હતું. રાજા ભાઈ નામના મામા હતા. મામીનું નામ ખેતબહેન હતું. પૂ.શ્રીને બે ફૈબા હતા. (૧) માંઈબહેન (૨) ભમીબહેન.
સુપ્રસિદ્ધ સંગીતકાર કલ્યાણજી-આણંદજી સાથે
(માટુંગા બોર્ડીંગમાં અભ્યાસ એ સમયમાં વાગડમાં એટલું શિક્ષણ ન હતું છતાં પૂ. સાહેબના પિતાશ્રી શિક્ષિત હોવાથી પોતાના સુપુત્રને પણ ભણાવે એમાં આશ્ચર્ય પામવા જેવું નહિ. આજથી ૭૫ વર્ષ પહેલા માટુંગા બોડીંગમાં વાગડ વિસ્તારના માત્ર પાંચ વિદ્યાર્થીઓ હતા જ્યારે કચ્છ-કંઠી-અબડાસા વિસ્તારના સેંકડો વિદ્યાર્થીઓ હતા. જેમના નામથી હિન્દુસ્તાનના લોકો ભાગ્યે જ અજાણ હશે એવા સુપ્રસિદ્ધ સંગીતકાર શ્રી કલ્યાણજી-આણંદજી (બંધુબેલડી) તે વખતે માટુંગા બોર્ડીંગમાં અભ્યાસ કરતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org