________________
૩૬૪
શ્રી નરસિંહજી સ્વામી તેઓ કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના કુન્દ્રોડી ગામના વિશા ઓસવાળ જૈન હતા. દેઢિયા ગોત્રના હતા. કચ્છ પ્રાગપુર (કંઠી)ના છ કોટિ જૈન સંઘના ચેરમેન ટ્રસ્ટી પ્રેમજી રામજી શાહ પણ પૂ. સાહેબના સહાધ્યાયી હતા. જેઓ અત્યારે પણ પૂ. સાહેબની ઉંમરના છે તથા એવી જ ર્તિ ધરાવે છે. વિના લાકડીએ ચાલી શકે
તે સમયમાં પૂ. સાહેબે સાત ગુજરાતી ધોરણનો અભ્યાસ કર્યો હતો. ચાર ધોરણ અંગ્રેજીના કર્યા હતા. માટુંગા (ઈસ્ટ)માં કિંગ જ્યોર્જ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. રહેવાનું માટુંગા બોડીંગમાં હતું.
પૂ.શ્રીના પિતાશ્રી માટુંગા (વેસ્ટ)માં વ્યવસાય કરતા હતા. પછીથી કુન્દ્રોડીના પાસુભાઈ મુરજી છેડા સાથે ભાગીદાર હતા. પૂ.શ્રીના મોટાભાઈ ગેલાભાઈ સામત સાવલાની બીજી દુકાન હતી. પૂ.શ્રીએ પૂર્વાવસ્થામાં ઘણા વર્ષ સુધી ધંધો પણ કર્યો હતો.
વિ.સં. ૧૯૯૬ની સાલે પિતાશ્રીની સાથે નરસિંહભાઈએ ઘાટકોપર હીંગવાલા લેનના ઉપાશ્રયમાં બિરાજતા ભારતભૂષણ શતાવધાની પંડિતરાજ શ્રી રત્નચંદ્રજી સ્વામીના દર્શન કર્યા હતા. ત્યારથી ધર્મના સંસ્કારો વૃદ્ધિગત થઈ રહ્યા હતા. લીંબડીમાં સ્થિરવાસ બિરાજતા પૂ. આચાર્ય શ્રી ગુલાબચંદ્રજી સ્વામીના દર્શન ઘણીવાર કરેલા. એકવાર પૂ. સાહેબ ગુલાબચંદ્રજી સ્વામીએ કહેલું, “નરસિંહ ! હવે દીક્ષા માટે તૈયારી કરી લે, તારા ગુરૂ મુંબઈથી દેશ તરફ પધારી રહ્યા છે.” પૂ. તપસ્વી શ્રી શામજી સ્વામીના પણ ઘણીવાર દર્શન થયેલા તથા તેમના વ્યાખ્યાન આદિનો ઘણો સારો લાભ લીધો હતો.
(વિ.સં. ૨૦૦૯ની સાલે પૂ. પંડિત તપસ્વી ગુરૂદેવનો સમાગમ
પૂ. પંડિત તપસ્વી શ્રી ડુંગરસિંહજી સ્વામી આદિ ઠા. સં. ૨૦૦૯ની સાલે લાકડિયામાં ચાતુર્માસ બિરાજતા હતા. તે વખતે નરસિંહભાઈ પૂ. ગુરૂદેવના સમાગમમાં આવ્યા તથા પૂર્વના કોઈ ઋણાનુબંધ જાણે કેમ ન હોય તેમ એમના તરફ ખૂબ જ આકર્ષાયા, ખરેખર જેને ગુરુ મળી જાય છે તેને બધું મળી જાય છે. સાચું જ કહ્યું છે કે –
“ગુરૂ મિલા તો સબ મિલા, નહિ તો મિલા ન કોઇ; માત-પિતા, સુત, બંધવા, વો તો ઘર ઘર માંઈ.” “ગુરૂ દીવો ગુરૂ દેવતા, ગુરૂ વિના ઘોર અંધાર; પલક ન વિસરું ગુરૂજીને, ગુરૂ મારા પ્રાણાધાર.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org