________________
આ છે અણગાર અમારા
૩૨૯ ગાથાઓ, થોકડાઓ વગેરે ફેરવાવે અને સંયમી જીવનમાં પ્રગતિ કેમ થાય તેની શિખામણ હંમેશા આપતા.
એક ઉપવાસથી કરી અઠ્ઠાઈ સુધીના થોકની તપશ્ચર્યા, છમાસી તપ, ચોમાસી તપ, જ્ઞાનપંચમી તપ વગેરે નાની મોટી ઘણી તપસ્યા તેમણે કરી હતી. છેલ્લાં સાડા ત્રણ વર્ષ એકાંતર એકાસણા કરતા હતા. વિહાર મોટો હોય કે નાદુરસ્ત તબિયત હોય ત્યારે તેઓ ઉપરાઉપરી ત્રણ ટાઈમ આહાર કરતા નહિ. આમ જ્ઞાન-દર્શનચારિત્ર-તપની આરાધનામાં તેમણે સારી પ્રગતિ કરી હતી.
'નિર્ભયતાના નમૂના નવલચન્દ્રજી સ્વામી
પૂ. ગુરૂદેવ શ્રી નિર્ભયતાના નમૂના હતા. સં. ૨૦૩૩ના ભચાઉચાતુર્માસમાં એક વાર સર્પ એમના પગે વીંટળાઈ ગયો છતાં તેઓશ્રી ડર્યા નહિ, નવકાર મંત્રનું સ્મરણ કર્યું. સર્પ કરડયા વિના નીચે ઊતરીને ચાલ્યો ગયો. આવા તો ઘણા પ્રસંગો એમના જીવનમાં બનતા.
સં. ૨૦૧૨ ના ભચાઉ ચાતુર્માસમાં ધરતીકંપ થયો ત્યારે શ્રાવકો પૌષધ કરી ઉપાશ્રયમાં પ્રતિક્રમણ પછી જ્ઞાન ચર્ચા કરી રહ્યા હતા ત્યારે ગુરૂદેવે તેમને નવકાર મંત્રનું સ્મરણ કરવા સૂચના આપી હતી. જરા વારમાં વિઘ્ન ટળી ગયું.
વિરલ વિભૂતિને વચનસિદ્ધિ વરી) असभ्दिः शपथेनोक्त, जले लिखितमक्षरम् ।
सद्भिस्तु लीलया प्रोक्त, शिलालिखितमक्षरम् । અર્થ: અસપુરુષો વડે સોગંદ ખાઈને કહેવાયું હોય તો પણ તે પાણી ઉપર લખેલા અક્ષર સમાન હોય છે, જ્યારે સંતો વડે સહજ રીતે બોલાઈ ગયેલા શબ્દો શિલાલેખ જેવા બની જાય છે.
આ શ્લોકના મર્માર્થને અક્ષરશ: સત્ય સાબિત કરતો આ રહ્યો તે લેખ, જે વાંચ્યા પછી પૂ. ગુરુદેવ ઉપર ભારોભાર સદ્ભાવ થયા વિના નહિ રહે. અનુભવીના પોતાના શબ્દોમાં -
‘એક અવિસ્મરણીય અણમોલ ધન્ય પ્રસંગ | (સ્વ. ૫. રત્ન પ. પૂ. પ્રાતઃસ્મરણીય શ્રી નવલચન્દ્રજી સ્વામી સાથેનો મારા જીવનનો એક અવિસ્મરણીય પ્રસંગ રજૂ કરું છું. સં. ૨૦૩૩ ૮િ. શ્રાવણ વદ-૮ તા. ૬-૯-૧૯૭૭ ભચાઉ-કચ્છ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org