________________
આ છે અણગાર અમારા
૩૪૭ સં. ૧૮૮૭, જેતપુર.
વિ.સં. ૧૮૮૮ના મહા સુદિ-રના પૂજય શ્રી હરચંદ્રજી સ્વામી (દીક્ષા : સં. ૧૮૬૬, માગસર સુદિ-પને ગાદીપતિ તરીકે અને આચાર્ય તરીકે પૂ.શ્રી દેવજી સ્વામીને (દીક્ષા સં. ૧૮૭૦ પોષ વદ-૮)ને લીંબડી મુકામે આચાર્ય પદે સ્થાપવામાં આવેલ.
તે વખતે આચાર્ય શ્રી દેવજી સ્વામીથી નીચેના છ સાધુજીઓ દીક્ષાએ મોટા હતા. (૧) તેજપાલજી સ્વામી : દીક્ષા - ૧૮૪૬, વૈશાખ સુદ-૫, સ્વર્ગવાસ :
૧૮૯૧, લીંબડી (૨) કાકા કરમશી સ્વામી : દીક્ષા ૧૮૫૬, સુરત, કાળધર્મ: ૧૯૦૬ વઢવાણ. (૩) રાયમલજી સ્વામી દીક્ષા-૧૮૬૧, રાપર, કાળધર્મ સં. ૧૯૦૨, લીંબડી. (૪) પૂ. મોટા મૂલજી સ્વામી : દીક્ષા-૧૮૬૩, મોરબી, કાળધર્મ : ૧૯૦૪,
અમદાવાદ. (૫) પૂ. ગાદીપતિ હરચંદ્રજી સ્વામી : દીક્ષા-૧૮૬૬, લીંબડી, કાળધર્મ :
૧૯૧૪, લીંબડી. (૬) અવિચળજી સ્વામી-કચ્છ-વાગડ-રવના વતની, દીક્ષા: ૧૮૬૯ લીંબડી,
કાળધર્મ : ૧૯૧૧, લીંબડી.
નોંધ : પૂ. ગાદીપતિ શ્રી હરચંદ્રજી સ્વામીશ્રી ઉપરોક્ત સં. ૧ થી ૪ સાધુજીઓ દીક્ષાએ મોટા હતા. આ ચારમાંથી કોઈને ય ગાદીપતિ પદ આપવામાં આવ્યું ન હતું. એના માટે ઉપર જે પાંચ કારણ બતાવ્યા તે પૈકીનું કોઈપણ કારણ હોઈ શકે. તેથી દીક્ષાએ મોટા હોય તેમને ગાદીપતિ કે આચાર્ય પદ અપાય એવી લીંબડી સંપ્રદાયની પરંપરા નથી. એના માટેની યોગ્યતા હોવી અનિવાર્ય છે. કેવલ દીક્ષાપર્યાયમાં મોટા હોવું એ આ ઉચ્ચતમ સ્થાન માટેનો માપદંડ નથી પરંતુ ગચ્છની તેજસ્વિતા જાળવે એવા ઉપરોક્ત દોષ રહિત પુણ્યપ્રતાપી સાધુ-પુરુષને ઉપરોક્ત પદવી આપવાની લીંબડી સંપ્રદાયની પરંપરા છે અને તે પરંપરાને ચૂસ્તપણે વળગી રહેવામાં જ સંપ્રદાયનું ગૌરવ અને હિત સમાયેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org