________________
३४८
શ્રી ચુનીલાલજી સ્વામી
પૂજ્ય સાહેબ શ્રી ચુનીલાલજી સ્વામી
પૂ. શ્રી ચુનીલાલજી સ્વામીનો જન્મ રાજકોટ જિલ્લાના મોરબી તાલુકાના સજ્જનપર ગામમાં વિ.સં. ૧૯૬૧, ફાગણ સુદ-રને બુધવારના દિવસે માતા શ્રી કેશરબહેનની કુક્ષિએ થયો હતો. તેમના પિતાશ્રીનું નામ કેશવજીભાઈ જશરાજ મહેતા હતું. તેઓશ્રી બે ભાઈઓ તથા સાત બહેનો હતા. તેમનું નામ ચુનીલાલભાઈ હતું. આનંદપૂર્વક દિવસો પસાર થઈ રહ્યા હતા.
- બાલપણમાં માતા-પિતાનો વિયોગ, ગાંધીવાદનો સંયોગ
નાની ઉંમરમાં ચુનીલાલ માતા-પિતાનો પ્રેમ પામે તેના પહેલા તો એમણે આ ફાની દુનિયાનો ત્યાગ કરી પરલોકવાસી થયા. વડીલ બંધુ ભાઈચંદભાઈએ હૂંફ આપી. માતુશ્રી કેશરબહેનનું પિયર મોરબી હતું. ત્યાં રહેતા તેમના માતા વખતમાં પોતાના ભાણેજોની આવી સ્થિતિ જોઈને પોતાને ત્યાં તેડાવી લીધા. મામા તથા મામાના સુપુત્રો સાથે બરાબર ગોઠવાઈ ગયા. સમયને જતાં ક્યાં વાર લાગે છે? મોરબીની વી.સી. હાઉસ્કૂલમાં નવ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો.
વડીલ બંધુ ભાઈચંદભાઈ મુંબઈમાં નોકરીએ લાગી ગયા. તેમણે ચુનીલાલને મુંબઈમાં બોલાવી લીધો. ત્યાં નોકરીએ લગાડી દીધા. મોટા ભાઈના લગ્ન થઈ ગયા. ભાઈ-ભાભીની સાથે પ્રેમથી રહેતા હતા, પરંતુ એમનું મન ક્યાંય ન લાગ્યું. તે વખતે હજી ગાંધીવાદની શરૂઆત હતી. તેમના આદર્શો ચુનીલાલને સ્પર્શી ગયા. ત્યારથી હાથ વણાટની ખાદી પહેરવાનો મનોમન નિર્ણય કર્યો.
એમના માટે જ્યારે સગપણની વાત આવી ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી કેમ કે એમને સંસારમાં પડવાનો કોઈ રસ ન હતો.
સમર્થ ગુરૂદેવનો મુંબઈમાં સમાગમ
વિ.સં. ૧૯૮૨ની સાલે કવિવર્ય પૂ. શ્રી નાનચંદ્રજી સ્વામીનું ચાતુર્માસ ઘાટકોપર ઈસ્ટમાં હતું. તે વખતે ત્યાં ઉપાશ્રય ન હતો તેથી ચાતુર્માસ જગજીવન દયાળજીની વિશાળ વાડીમાં હતું. ત્યાં તેમના પ્રવચનોએ સારું આકર્ષણ જમાવ્યું હતું. તેમની સાથે મુનિશ્રી હર્ષચંદ્રજી હતા. બે જ ઠાણા ચાર્તુમાસ હતા.
મોટાભાઈ ભાઈચંદ પ્રવચનોથી પ્રભાવિત થઈને ચુનીલાલભાઈને કહ્યું, “એક મહાન પ્રભાવશાળી સંતપુરૂષ પધાર્યા છે તેમનું વ્યાખ્યાન સાંભળવા જેવું છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org