________________ આ છે અણગાર અમારા ૩પ૧ કરી તથા સંઘના ઉત્સાહમાં વધારો કર્યો. પૂ. ચંદનબાઈ મ. તથા ઈન્દુબાઈ મ.ની વ્યવહાર કુશળતા તથા ઉદારતા ખૂબ જ. પૂ. આચાર્ય રૂપચંદ્રજી સ્વામી સં. ૨૦૩૯ની સાલે વૈશાખ વદિ ૦))ના ભચાઉ મુકામે કાળધર્મ પામ્યા ત્યારે પૂ. ચુનીલાલજી સ્વામી એકલા હતા તેથી સંપ્રદાયની પરંપરા પ્રમાણે ગાદીપતિ પદ માન્ય ન રહી શકે પરંતુ પૂ. તપસ્વીરત્ન રામચંદ્રજી સ્વામી આદિ ઠાણાઓ એમની સાથે રહીને પોતાની ઉદારતાના દર્શન કરાવ્યા હતા. ચાતુર્માસ પછી પણ સાથે જ રહ્યા હતા. સં. 2040 તથા 2041 બે ચાતુર્માસ સાથે રહીને પૂ. તપસ્વી રાજે તેમની ખૂબ જ સેવા કરી હતી. તે વખતે કચ્છ ગુંદાલાના પરંતુ ચીંચણ નિવાસી સગા મણીબેન વિશનજી ભાઈના સુપુત્રો નવનીતભાઈ તથા ચેતનભાઈ બે વર્ષથી પુ. મહાસતીજીઓ સાથે અભ્યાસ કરી રહ્યા હતા. પૂ. ચુનિલાલજી સ્વામી શિષ્યમોહથી મુક્ત હોવાના કારણે નિયમ લઈ લીધેલો કે મારે શિષ્યો કરવા નહિ. જયારે બે ભાઈઓને મહાસતીજીએ મૂક્યા ત્યારે પૂ. ચુનીલાલજી સ્વામીએ પૂ. રામચંદ્રજી સ્વામી તથા પ્રકાશ મુનિને કહેલું કે તમારી જવાબદારીથી જ લેજો કેમકે મારે શિષ્યો કરવા નથી. બંને ભાઈઓ મુનિ શ્રી પ્રકાશચંદ્રજી પાસે દશ વૈકાલિક સૂત્ર, સંસ્કૃત પ્રથમ બુક, બીજી બુક આદિનો અભ્યાસ પણ કરેલ પછી બિદડા ચાતુર્માસમાં મહાસતીજીઓ તથા અમુક શ્રાવકોની વિનંતીથી તેમણે શિષ્ય કરવાની હા પાડી, પોતાના નિયમમાં બાંધછોડ કરેલી તથા બંને ભાઈઓને શિષ્ય તરીકે સ્વીકાર્યા ત્યારે સં. 2042 કારતક વદરના બિદડા મુકામે દીક્ષા થઈ તથા નવદીક્ષિતના નામ (1) નિરંજન મુનિ (2) ચેતન મુનિ રાખવામાં આવેલ. જેઓ અત્યારે બંધુબેલડી તરીકે વિચરી રહ્યા છે. આ પ્રસંગ બન્યા પછી વાંકાનેર સંઘના તત્કાલીન પ્રમુખ શ્રી શાંતિલાલભાઈ આદિ પૂ. નાનચંદ્રજી સ્વામીના ભક્તોએ, પૂ. સૂરજબાઈ મ. તથા પૂ. વિજયાબાઈ મ.ને કહેલું કે પૂ. રામચંદ્રજી સ્વામીએ અમારા ગુરૂદેવને જે સહયોગ આપ્યો છે, ખરા ટાઈમે ઉપયોગી થયા છે તેને અમે ગુરૂભક્તો ક્યારે પણ ભૂલી શકીશું નહિ. મોરબીમાં અંતિમ ચાતુર્માસ તથા સ્વર્ગવાસ છેલ્લા થોડાં વર્ષો પૂ. મોટા ચંદનબાઈ મ. તથા પુષ્પાબાઈ મ. આદિ વારાફરતી પૂ. ચુનીલાલજી સ્વામીની સેવામાં રહેતા તથા ભક્તિ કરતા. બંધુ બેલડી પણ ખૂબ જ સેવા બજાવતા. સં. ૨૦૪૪ની સાલે મોરબીમાં પુષ્પાબાઈ મ. આદિ ઠાણાઓ પણ સાથે ચાતુર્માસ હતા. ચેતન મુનિને ટાઈફોઈડ થવાના કારણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org