________________
આ છે અણગાર અમારા
૩૪૯
ચુનીલાલભાઈ પ્રવચન સાંભળવા આવ્યા. તેમના પ્રવચનથી ખૂબ જ પ્રભાવિત થયા તથા મોટાભાઈની આજ્ઞા લઈને પૂ. ગુરૂદેવ સાથે સંયમ જીવનની તાલિમ લેવા લાગ્યા.
જો કે તેમને અગાઉ પૂ. પ્રસિદ્ધવક્તા શ્રી નાગજી સ્વામીનો પરિચય થયેલો તથા તેમની સાથે દીક્ષાના ભાવ પણ જાગેલા પરંતુ પૂ. નાનચંદ્રજી સ્વામી સાથે વિશેષ ઋણાનુબંધ જેથી એમની સાથે ભણવા લાગ્યા. એમના પછી ટંકારાના શિવલાલભાઈ કે જેઓ ગાંધી વિચારથી રંગાયેલા હતા તેઓ પણ ગુરૂના સત્સંગથી વૈરાગ્યવાસિત થયા. તેઓ પણ સાથે ભણવા લાગ્યા.
સંયમ પંથે પ્રયાણ ઃ વિ.સં. ૧૯૮૪ની સાલે, માગસ૨ સુદિ-૬, બુધવારના પ્રસિદ્ધવક્તા પૂ. નાગજી સ્વામીના શ્રીમુખેથી લીંબડીમાં તેમની દીક્ષા થઈ. નવદીક્ષિત ચુનીલાલજી સ્વામી પૂ. નાનચંદ્રજી સ્વામીના પ્રથમ શિષ્ય થયા. લીંબડી નરેશ દોલતસિંહજી તથા શેઠ સુખલાલ ચત્રભુજ આદિ સમસ્ત સંઘે દીક્ષા પ્રસંગને ખૂબ જ દીપાવ્યો હતો.
આણાએ ધમ્મો : દીક્ષા લઈને પૂ. ચુનીલાલજી સ્વામી ગુરૂ આજ્ઞામાં સમર્પિત બની ગયા હતા. ગુરૂદેવની કાવ્ય રચનાનો વારસો અમુક અંશે પૂ. ચુનીલાલજી સ્વામીની પણ પ્રાપ્ત થયો હતો. પૂ. નાનચંદ્રજી સ્વામીના મોટા ગુરૂભાઈ પૂ. સુંદરજી સ્વામીના જ્ઞાન ધ્યાનનો લાભ પણ તેમને સારો પ્રાપ્ત થયો હતો. ક્યારેક અભ્યાસના કારણે ગુરૂદેવથી જુદા પડતા તો તેમને ચેન પડતું નહિ. ગુરૂભક્તિ અહોનિશ મળે તેમાં એમને વધારે રસ હતો.
ગુરૂસેવાનો અનુપમ લાભ : પૂ. ચુનીલાલજી સ્વામીની સેવા ભક્તિ અનુપમ હતી. તેમની સેવા જોઈને ખુદ ડૉક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ જતા હતા. ગુરૂદેવને પ્રવાહી પીવડાવતાં મોઢામાંથી નીકળે તો નાનું પાત્ર ધરે તથા તેને ગુરૂની પ્રસાદી માનીને પોતે પી જતા તે જોઈને બધા નવાઈ પામી જતા હતા.
ગુરૂદેવના વિરહમાં અન્તર્યામીની મસ્તી
વિ.સં. ૨૦૨૧, માગસર સુદિ-૯ના સાયલા મુકામે પૂ. કવિવર્ય શ્રી નાનચંદ્રજી સ્વામીને હાર્ટનો હુમલો આવ્યો ત્યારે પૂ. ચુનીલાલજી સ્વામી ગુરૂદેવની સેવામાં હાજર હતા. સેવા કરવાના તેમના કેવા ઊંચા ભાવો હતા કે છેલ્લે સુધી પોતે ખડે પગે હાજર હતા. સાડત્રીશ વર્ષ સુધી ગુરૂ સેવાનો અપૂર્વ લાભ મળ્યો અને અચાનક ગુરૂદેવ દિવંગત થતાં વિરહની વેદનામાં પણ પોતાની આંતરિક અને બાહ્ય સજાગતા અદ્ભુત ટકાવી રાખી હતી. પોતે અન્તર્યામીની મસ્તીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org