________________
३४६
સંપ્રદાયની પરંપરા હોય અથવા અપવાદ માર્ગ સેવવો પડ્યો હોય તો ગુર્વાદિક આગળ ભૂલનો એકરાર કરી પ્રાયશ્ચિત જે આપે તે સહર્ષ સ્વીકારે તે આરાધક ગણાય.
પાંચ પ્રકારના વ્યવહારઃ (૧) આગમ વ્યવહાર (૨) સૂત્ર વ્યવહાર (૩) આજ્ઞા વ્યવહાર (૪) ધારણા વ્યવહાર (૫) જિત વ્યવહાર. આ પાંચ વ્યવહારમાં આગમ વ્યવહાર વિચ્છેદ ગયેલ છે. બાકીના ચાર વ્યવહાર પ્રવર્તે છે, તેમાં સૂત્ર વ્યવહાર સંપૂર્ણપણે પ્રવર્તતો નથી. બાકીના ત્રણ વ્યવહાર પ્રવર્તે છે.
ગચ્છ પરંપરા અર્થાત્ સંપ્રદાયના આચાર્ય, પ્રવર્તક કે સ્થવિર મુનિરાજો ભેગા મળીને જે “સામાચારી” (સાધુ જીવનની આચાર સંહિતા) નક્કી કરે તેને “જિત વ્યવહાર” કહેવાય. તે પ્રમાણે સાધુ-સાધ્વીજીઓ પ્રવર્તે તો તેઓ ભગવાન મહાવીર સ્વામી અને આચાર્ય મહારાજ તથા ગુરૂમહારાજની આજ્ઞાના આરાધક ગણાય.
આપણા સંપ્રદાયની પરંપરા મુજબ જિત વ્યવહાર સામાચારી ચારિત્ર ધર્મ પાલન માટે આચાર્ય મહારાજ, સ્થવિર મુનિરાજોએ ભૂતકાળમાં જ્યારે જયારે આચાર્ય પદ કે ગાદીપતિ પદનું આરોપણ થાય ત્યારે જિત વ્યવહાર સામાચારીના બોલ બાંધેલ છે. તે બધા પાકા લખાણોની વ્યવસ્થિત નોંધ “અજરામર વિરાસતમાંથી વાંચી લેવી.
૭૩મી પાટે પૂ.શ્રી ભાણજી સ્વામી (દીક્ષા સંવત ૧૮૫૫, વૈશાખ સુદ૧૧)ને વિ.સં. ૧૮૮૦ માગસર સુદ-૯ના દિવસે આચાર્ય પદ પ્રદાન કરવામાં આવ્યું ત્યારે એમનાથી દીક્ષાએ ત્રણ મુનિરાજો મોટા હતા. એ ત્રણમાંથી કોઈને પણ ગાદીપતિ પદ આપવામાં આવ્યું ન હતું. કારણ કે દીક્ષાએ મોટા હોય એ ગાદીપતિ થાય જ, એવો સંપ્રદાયનો કોઈ ફાયદો નથી. કોઈ પણ પદવી યોગ્યતા પ્રમાણે જ અપાતી. નીચેના ત્રણેય નામો વિ.સં. ૨૦૨૦માં છપાયેલ “ભદ્રસ્વભાવી શ્રી નાગજી સ્વામીનું જીવન દર્શન અને લીંબડી સંપ્રદાયના પટ્ટધરોની પરંપરા પટ્ટાવલિ” પુસ્તકમાં પેજ નં-૫૭ ઉપર છે.) (ક) તેજપાલજી સ્વામી, દીક્ષા સં. ૧૮૪૬, વૈશાખ સુદિ-૫, સ્વર્ગવાસ સં.
૧૮૯૧, પોષ સુદિ-૪, શનિવાર-લીંબડી (ખ) મોટા મોણસિંહ સ્વામી, દીક્ષા: સં. ૧૮૪૯, કારતક વદિ-૧૩, સ્વર્ગવાસ
: સં. ૧૮૮૭, મોજીદડ. (ગ) મોટા દેવજી સ્વામી, દીક્ષા : ૧૮૫૦, ચૈત્ર વદ-૯, લીંબડી, સ્વર્ગવાસ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org