________________
૩૪૫
આ છે અણગાર અમારા
નોંધ : ૮૫, ૮૬, ૮૮ અને ૮૯ નંબરના પટ્ટધરને વિધિસર કોઈ પદવી અપાયેલ નથી પરંતુ તેઓશ્રીના એક પ્રકારના બહુમાન અર્થે પટ્ટધરોની યાદીમાં નામ સામેલ કરેલ છે. સંપ્રદાયમાં ગચ્છ સંચાલનનો ભાર વહન કરી શકે એવા સુવિહિત, ગીતાર્થ, સંયમનિષ્ઠ, શિષ્ય પરિવાર સંપન્ન સાધુજી, બીજા કરતાં દીક્ષામાં નાના હોય તો પણ એમને આચાર્ય પદવી આપવામાં આવતી. (૧) પૂ.શ્રી અજરામરજી સ્વામી (૨) પૂ.શ્રી ભાણજી સ્વામી (૩) પૂ.શ્રી દેવજી સ્વામી (૪) પૂ.શ્રી કાનજી સ્વામી (૫) પૂ.શ્રી દીપચંદ્રજી સ્વામી (૬) પૂ.શ્રી દેવચંદ્રજી સ્વામી; આ છ મહાપુરૂષો કરતાં તે સમયે દીક્ષામાં વડીલ સાધુઓ હતા છતાં તેમને આચાર્ય પદવી આપવામાં આવી હતી. એવા સમયે દીક્ષામાં વડીલ હોય પરંતુ ગચ્છ સંચાલનનો ભાર વહન કરી શકે તેમ ન હોય અથવા તો શારીરિક ક્ષતિયુક્ત હોય તેવા સુવિહિત, પરિવાર સંપન્ન પુણ્યશાળી સાધુજીને એમના બહુમાન અર્થે ગાદીપતિ તરીકે ઉદ્ઘોષિત કરવામાં આવતા પરંતુ આચાર્ય પદના પ્રતીક તરીકે પછેડી તો આચાર્યશ્રીને જ ઓઢાડવામાં આવતી. સંપ્રદાયના તમામ સાધુ-સાધ્વીજી આચાર્યશ્રીની નિશ્રામાં ગણાતા અને આચાર્યશ્રીની આજ્ઞામાં રહેતા. ગાદીપતિની તો ફક્ત પ્રતિક્રમણની આજ્ઞાનું પ્રવર્તન ચાલતું. દિક્ષામાં વડીલ હોય અને આચાર્યશ્રી તરીકે ગચ્છ સંચાલનનો ભાર વહન કરી શકે તેવા પુણ્યશાળી, કાર્યકુશળ, શિષ્ય પરિવાર સંપન્ન અને ગીતાર્થ હોય એવા સાધુજીને આચાર્ય પદવી આપવામાં આવતી. ગાદીપતિ પણ એ જ રહેતા. સંપ્રદાયની પરંપરા અનુસાર (૧) અગીતાર્થને (૨) સંયમ પ્રત્યે આસ્થા ન હોય તેને (૩) શિષ્ય પરિવારથી યુક્ત ન હોય તેને (૪) એકલવિહારીને (૫) અન્ય કોઈ કારણ હોય તેમને કોઈ પણ પદ આપવામાં આવતું નથી. લીંબડી સંપ્રદાયની સુવિશુદ્ધ પરંપરાના રહસ્યનું કારણ સાધુ-સંમેલનો, ગુણવત્તા પ્રમાણે આચાર્યની તથા ગાદીપતિની વરણી અને
સમાચારી નિર્માણની અપૂર્વ પ્રક્રિયા... વ્યવહાર સૂત્રમાં પાંચ પ્રકારના વ્યવહાર બતાવવામાં આવ્યા છે. જે વ્યવહાર પ્રવર્તતો હોય તે પ્રમાણે સાધુજીઓ વર્તે તે આરાધક ગણાય, વ્રતમાં દોષ લાગેલ હોય તેમજ (વર્તમાન સમય અનુરૂપ) સામાચારીના નિયમનો ભંગ થયેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org