________________
આ છે અણગાર અમારા
૩૪૩ અથાગ પ્રયત્નોથી અને કંઠીના દાનવીરોની પૂર્ણ સહાયતાથી તા. ૨૬-૧-૬૫ શુક્રવારે પાઠશાળાની સ્થાપના થઈ. વિદ્યાપિપાસ સંત-સતીજીઓનો બિહારના પંડિત શ્રી ચન્દ્રશેખર ઝા પાસે સંસ્કૃતનો અભ્યાસ શરૂ થયો. સુંદર રીતે ચાલતા અભ્યાસ ક્રમને જોઈને તેઓશ્રી પ્રસન્ન થયા.
વાધ્યાયધ્યાનમ્યાં પ્રમઃ અર્થાત્ સ્વાધ્યાય અને ધ્યાનમાં તું પ્રમાદ કર નહિ. આ વાક્યને પંડિત શ્રીએ સારી રીતે પોતાના હૃદયમાં ઉતાર્યો હતો. છેલ્લા ઘણા સમયથી ધ્યાન-ચિંતન માટે જાગરણ કરતા. દેવાધિદેવ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું નામસ્મરણ કરતા, પરંતુ ભાવિના ભેદને કોણ પીછાણી શકે ?”
સંવત ૨૦૨૨ માગશર વદ-૧૧, તા. ૧૮-૧૨-૧૯૬૫, શનિવારે હંમેશના નિયમ પ્રમાણે સવારે 8 વાગ્યે જાગૃત થઈ બેઠા હતા. હાથમાં માળા હતી, સ્મરણ ચાલુ હતું. બરાબર પરોઢિયે ૫-૧૫ વાગ્યે હાથમાંથી માળા પડી ગઈ. પાટ ઉપર સહજ બેભાન સ્થિતિમાં ઢળી પડયા. પરિસ્થિતિ અત્યંત નાજુક હતી. તે જ સમયે પરમપૂજ્ય જીવનદાતા તારક ગુરૂદેવ શ્રી રૂપચન્દ્રજી સ્વામી ત્યાં પધાર્યા ને આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે વિચાર્યું કે જેના નખમાંય રોગ નથી તેને એકાએક આ શું થઈ ગયું? વાત્સલ્યપૂર્ણ વચનોથી પૂજય સાહેબ પૂછી રહ્યા છે, કેવલ, કેવલ ! શું થાય છે ?' ત્યારે સુવિનીત શિષ્ય એક જ વાક્યમાં જવાબ આપ્યો, “કઈ નથી, સારું છે.” સાથેના મુનિઓ પણ જાગી ગયા હતા. તરત જ ડોકટરને બોલાવવામાં આવ્યા. ડોકટરે ચિકિત્સા કરી બ્લડ પ્રેશર છે એમ કહ્યું, હું હમણાં જ સાધનો લઈને આવું છું.
યમકેરા દૂતો આવે, આવીને પકડશે, ડૉકટરો ને વૈદ્યો ત્યારે પાછા પડશે,
ભરેલા રહેશે ઘરમાં, બાટલા દવાના... જવાના... ડૉકટરના ગયા પછી પીડાનું પ્રમાણ વધ્યું. ડૉકટર તરત જ હાજર થઈ ગયા અને તપાસ કરતાં કહ્યું કે હંસ પિંજર છોડીને ચાલ્યો ગયો છે. બરાબર પરોઢિયે પ૩૦ કલાકે આ ઘટના બની. એ ગોઝારો દિવસ હતો. માગસર વદ-૧૧, સંવત ૨૦૨૨. સર્વત્ર હાહાકાર વર્તાઈ ગયો.
પૂ. ગુરૂદેવ શાંતમૂર્તિ મ. શ્રી રૂપન્દ્રજી સ્વામી તો બેભાન-સા બની ગયા. સૂર્યોદય થતાં પહેલાં તો ઉપાશ્રય આખો શ્રાવોથી ભરાઈ ગયો. આખા ગામમાં ભારે શોક છવાઈ ગયો. જેણે સાંભળ્યું તેની આંખો ભીની બની.
તે વખતે ચરિત્રનાયકશ્રીના પરમ મિત્ર તત્ત્વજ્ઞ પં. મ. શ્રી નવલચન્દ્રજી સ્વામી તથા તપસ્વી મ. શ્રી રામચન્દ્રજી સ્વામી ઠાણા-૨ સમાઘોઘા (કચ્છ) માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org