________________
૩૪૨
શ્રી કેવળચન્દ્રજી સ્વામી ત્યાર પછીના ઘણાં વર્ષો સિદ્ધાન્તનું વાંચન અને ગુર્નાદિકની સેવા તેમજ વ્યાખ્યાન વગેરેની જવાબદારીમાં ગાળ્યા.
જ્ઞાન માત્રિ યા વિના આચરણ વિનાનું જ્ઞાન ભારરૂપ. પંડિતરત્ન શ્રી કેવલચન્દ્રજી સ્વામી જેટલા જ્ઞાનમાં આગળ વધ્યા તેટલા જ આત્મસંયમમાં આગળ વધ્યા. જ્ઞાનની સાથે જો આચરણ ન હોય તો તે જ્ઞાન દીવા પાછળ અંધારા સમાન છે. સતત વાંચન-મનન અને ચિંતનથી અન્તર્મુખી બનતા ગયા. હૃદયના ઉગારીપૂર્વક સરલ તથા સચોટ ભાષામાં વ્યાખ્યાન ફરમાવતા જેથી શ્રોતાજનો મંત્રમુગ્ધ થઈ જતા. તદુપરાંત સમાજના કુરિવાજો ને દૂર કરવા સ્પષ્ટ શબ્દોમાં ઉદ્દબોધતા, તે સમયે સમાજનો બિલકુલ ભય ન રાખતા જેથી નીડર વક્તા' કહેવાયા.
તેઓશ્રીની સંયમપ્રીતિ અને પાપભીતિ કેવી હતી તે બતાવતો લેખ અક્ષરશઃ તેમની જ નોંધપોથીમાંથી ઉપલબ્ધ થાય છે. આ રહ્યો તે પ્રેરણાદાયી લેખ. “મારી પોતાની ઈચ્છાથી ઓપરેશન નાનું અથવા મોટું કરાવવું નહિ. ઈંજેકશનો કે વિલાયતી દવા પીવા માટે, ટીકડીઓ ગળવા માટે ન લેવી. ગુરૂ અથવા વડીલ કે સંઘ તરીકે બધા મળીને કહે અને તેનું ફક્ત મન રાજી કરવા ઉપરની કોઈ ચીજોનો ઉપયોગ કરવો પડે તો તેની પાછળનું “દંડ પ્રાયશ્ચિત” વડીલ, ગુરૂ અથવા સંઘની સાક્ષીએ કરવું, અને તેનો અમલ અવશ્ય કરવો.
સંવત ૨૦૧૪, ભાદરવા વદ-૬ શુક્રવાર તા. ૩-૧૦-૫૮ પ્રભાતના સાત બજે. મુનિ કેવળ. ઉપરની નોંધ ઉપરથી સ્પષ્ટ થાય છે કે પંડિત મ. શ્રી સ્વેચ્છાએ કોઈ પણ જાતનો દોષ સંયમમાં લગાડવા ઈચ્છતા જ નહિ. શરીરાદિ પ્રત્યે અમૂર્છાભાવ અને સંયમપ્રત્યેની જાગૃત દશા જોઈ ખરેખર મસ્તક નમી પડે છે. કહેવાનું મન થાય છે કે સહેજ બીમારી થાય અને ડોકટરની પાસે જવાવાળા અને વિલાયતી દવાઓ, ગોળીઓ, ઈંજેકશન વગેરે લેવાવાળા સાધુ-સાધ્વીજીઓએ આ પ્રસંગમાંથી પ્રેરણા લેવા જેવી છે.
વિદ્યા અને વિદ્યાર્થીના ચાહક પંડિત મહારાજ શ્રી” પંડિત મ. શ્રી વિદ્યા અને વિદ્યાર્થીના ચાહક હતા. કચ્છમાં રહેતા સંતસતીજીઓ સંસ્કૃતનો અભ્યાસ કરી શકે તે માટે સંસ્કૃત પાઠશાળા ઊભી કરવાની ઝંખના તેઓશ્રી ઘણા વર્ષોથી સેવી રહ્યા હતા. તા. ૨૫-૧૧-૬પ ના પૂજય સાહેબ શ્રી રૂપચન્દ્રજી સ્વામી આદિ ઠાણાઓ ગુંદાલા પધાર્યા. વિદ્યાપ્રેમી મહારાજશ્રીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org