________________
૩૪૦
શ્રી કેવળચન્દ્રજી સ્વામી
સ્વામીને તેમની અભ્યાસ વગેરેની જવાબદારી સોંપી. કાનજીભાઈ ગુરૂચરણે સમર્પિત થઈ ખંતપૂર્વક અભ્યાસ કરવા લાગ્યા.
લખતા લહીઓ નીપજે, પઢતા પંડિત થાય । ચાર-ચાર ગાઉ ચાલતાં, લાંબો પંથ કપાય ।।
આ દુહો પૂજ્ય સાહેબ શ્રી રૂપચન્દ્રજી સ્વામી દરેક અભ્યાસીઓને શીખવતા અને ખંતથી અભ્યાસ કરવા માટે મીઠી મધુરી ટકોર કરતાં. કાનજીભાઈ એકડે એકથી જ શુભ શરૂઆત કરી. ટૂંક સમયમાંં અક્ષરજ્ઞાન, સામાયિક, પ્રતિક્રમણ, થોકડાં, દશવૈકાલિક સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર વગેરે ઘણું શીખી લીધું. વિનય અને અર્પણતા તેમના જીવનમાં ખૂબ જ, તેથી ગુરૂ મહારાજના કૃપાપાત્ર બની ગયા. ખરેખર, સાધકના જીવનમાં ગુરૂકૃપા મળી ગઈ તો બધું જ મળી ગયું. ગુરૂનું મહત્ત્વ દરેક ધર્મોએ સ્વીકાર્યું છે. નાના-મોટા દરેક એટલું તો જાણે જ કે “ગુરૂ વિના જ્ઞાન નહિ.’ એક વિદ્વાને બહુ સરસ કહ્યું છે કે – “lgnorance is disease, knowledge is health. Guru is the divine doctor who cures us by giving knowledge of self.” અર્થાત્ અજ્ઞાનતા એ રોગ છે. જ્યારે જ્ઞાન એ તંદુરસ્તી છે. ગુરૂ એ દિવ્ય ડોકટર છે કે જે આત્મજ્ઞાન આપી અજ્ઞાનતાના રોગને દૂર કરે છે.
કચરામાંથી કોહિનૂર પ્રગટયું તે ગુરૂદેવને આભારી. ઉકરડાનું સર્જન ક્ષુદ્ર માનવ કરે છે પણ ઉકરડામાંથી ઉદ્યાનનું સર્જન તો માળી જ કરી શકે છે. શિલ્પી જ અણઘડ પથ્થરને મૂર્તિ બનાવી શકે છે, તેવી જ રીતે જે અઘડ ને સુઘડ બનાવે તેનું નામ ગુરૂ... ગુરૂનો મહિમા વર્ણવતા એક કવિ કહે છે કે- “Mother gives birth but Guru gives Life.” માતા જન્મ આપે છે પણ ગુરૂ જીવન આપે છે. પામર અને પાપી માનવ ઉપર જાણે જો ગુરૂકૃપા વરસે તો મહામાનવ બની આગળ જતા પરમાત્મા પદને પ્રાપ્ત કરી શકે છે.
“ગુરૂજી અમારો અંતરનાદ, સંયમના ધો આશીર્વાદ’
માટે
સાત વર્ષ સુધી ગુરૂચરણોમાં રહી અભ્યાસ કર્યો. સંયમી જીવન જીવવા ખૂબ જ ટ્રેનિંગ લીધી અને પૂર્ણ પરિપક્વતા પ્રાપ્ત કરી. સંયમ લેવા માટે તીવ્ર તાલાવેલી જાગી. અને...
વિ. સંવત ૧૯૯૨ માં આગમ વિશારદ પૂજ્ય આચાર્ય શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી, કવિવર્ય મ. શ્રી વીરજી સ્વામી, શાન્તમૂર્તિ મ. શ્રી રૂપચન્દ્રજી સ્વામી, ભદ્રસ્વભાવી મ. શ્રી નાગજી સ્વામી તથા તત્ત્વજ્ઞ મ. શ્રી નવલચન્દ્રજી સ્વામી ઠાણા-૫ સૌરાષ્ટ્રમાંથી વિહાર કરી પોષ વદમાં ભચાઉ પધાર્યા ત્યારે કાનજીભાઈના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org